New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/supreme-court_660_020913075242.jpg)
સુપ્રીમ કોર્ટ દ્વારા તેના ભૂતપૂર્વ જજ માર્કન્ડેય કાત્જુ સામેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ કાત્જુએ કેરળમાં બનેલ સૌમ્યા બળાત્કાર કેસના સંબંધમાં ન્યાયમૂર્તિઓ વિશે પોતાના બ્લોગ પર કરેલી ટિપ્પણી માટે કોર્ટમાં એક બિનશરતી માફીપત્ર આપતા કોર્ટે કેસનો અંત આણ્યો હતો.
ગયા વર્ષે 11 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે દ્વારા ન્યાયાધીશો વ્યક્તિગત બ્લોગમાં ટીકા કરાયાની નોંધ લીધા બાદ કાત્જુ સામે તિરસ્કારની નોટિસ ફટકારવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ રંજન ગોગોઈ અને યુ યુ લલિતની બેન્ચ દ્વારા કાત્જુના માફીપત્રની ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ તેમની સામેની તિરસ્કાર કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી હતી.