સુરતમાં આર્કીટેક્ચરના ડિપ્લોમાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા નાટાની પરીક્ષાને લઇ વિરોધ કર્યો હતો. ડિપ્લોમાના વિદ્યાર્થીને આ વર્ષથી નાટાની પરીક્ષા માંથી બાદ કરી દેવાતા તેઓ હવે ડિગ્રી ન કરી સકતા વિરોધ કર્યો હતો અને 300 વિદ્યાર્થીઓએ રેલી કાઢી નાટાની પરિક્ષાની મંજૂરી આપવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સુરતમાં આર્કીટેચારના ડિપ્લોમા માં અભ્યાસ કરતા 300 થી વધુ વિદ્યાર્થીઓ રોડ પર વિરોધ માટે ઉતાર્યા હતા. કારણકે આ વર્ષથી નાટા દ્વારા ડિગ્રી માટે લેવાતી પરીક્ષામાંથી આ ડિપ્લોમાંના વિદ્યાર્થીઓને બાદ કરી દેવાયા છે. એટલે કે આ વિદ્યાર્થીઓનું ડિપ્લોમાં પૂર્ણ થઇ ગયા બાદ તેઓ ડિગ્રી કરી શકશે નહિ. આર્કીટેચર ફિલ્ડમાં ડિગ્રી મેળવાવા ઇચ્છતા વિદ્યાર્થી માટે નાટાની પરીક્ષા મહત્વની ગણાતી હોય છે અને તેને આધારે તેમને ડિગ્રી માટે કોલેજમાં એડમિશન મળતું હોય છે.

ત્યારે નાટાએ આ વર્ષથી એવો નિયમ જાહેર કર્યો છે કે કે જે વિદ્યાર્થીએ 12 સાયન્સમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ વિષયન હોય તેઓ નાટાની ડિગ્રીની પરિક્ષા આપી શકશે નહિ. જેથી છેલા ત્રણ વર્ષથી આર્કીટેચરમાં ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીનાની ડિગ્રી કરવા પર સવાલ ઉભા થયા છે.કારણકે અત્યાર સુધી સાયન્સમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ સિવાય પણ વિદ્યાર્થીઓ આર્કીટેચરમાં ડિગ્રી સુધીનો અભ્યાસ કરી શકતા હતા.પરંતુ નાટાના નિર્ણયથી સુરતના ડિપ્લોમાંના વિદ્યાર્થી ડિગ્રી ન કરી સકાતા વિરોધ પર ઉતર્યા હતા.સુરતની ગર્લ્સ પોલીટેક્નિક અને બારડોલીની ઉમરાખ કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓ રેલી કાઢી નાટાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ દ્વારા સુરતની અઠવાગેટ ગર્સ પોલીટેકનીક કોલેજથી સુરત જિલ્લા કલેકટર કચેરી સુધી જુદાજુદા પ્લે કાર્ડ સાથે રેલી કાઢી હતી.અને નાટાનાં નિર્ણયને બદલી તેમને ડિગ્રીની પરીક્ષા આપવાની મંજૂરીની માંગ સાથે સુરત જીલા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here