સુરત : અડાજણમાં એક સાથે સાત દુકાનના તાળા તુટયાં, સીસીટીવી ફૂટેજ આવ્યાં સામે
BY Connect Gujarat21 Oct 2019 5:13 AM GMT

X
Connect Gujarat21 Oct 2019 5:13 AM GMT
સુરતના અડાજણ વિસ્તારમાં વહેલી સવારે તસ્કરોએ એક સાથે 7 દુકાનોના શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે ચોરી કરનાર બે ઈસમો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે.
સુરતના અડાજણ ખાતે આવેલ આલીશાન કોમ્પ્લેક્સમાં રવિવારે સવારે 6 વાગ્યાના અરસામાં બે તસ્કરો તીક્ષ્ણ હથિયારથી શટર તોડી 7 દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે ચોરીની ઘટનાને અંજામ આપતા બે તસ્કરો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા માં કેદ થયા હતા આલીશાન કોમ્પ્લેક્સમાં આવેલી અંબિકા ટ્રેડર્સ, ઇલેક્ટ્રિક ની દુકાન,ભંડારી ફીજા હાઉસ,સહિત અન્ય દુકાનમાં ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વહેલી સવારે જ એક સાથે 7 દુકાન ના તાળા તૂટતા અડાજણ પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયાં છે.
Next Story