Connect Gujarat
ગુજરાત

સુરત : કામરેજ અને ભાટીયા ટોલનાકા પર સ્થાનિકો પાસેથી ટોલ લેવા સામે વિરોધ

સુરત : કામરેજ અને ભાટીયા ટોલનાકા પર સ્થાનિકો પાસેથી ટોલ લેવા સામે વિરોધ
X

સુરતના કામરેજ અને ભાટીયા ટોલનાકા પરથી સુરતના સ્થાનિક વાહનો પાસેથી ટોલ લેવા સામે વિરોધ વંટોળ ઉઠી રહયો છે ત્યારે કોંગ્રેસે આંદોલન શરૂ કરી પુણા ગામમાં ટોલટેકસની વિરોધમાં સહી ઝુંબેશનો પ્રારંભ કર્યો છે.

નેશનલ હાઇવે પર આવેલાં કામરેજ અને ભાટીયા ટોલનાકા પર હાલ સુરત શહેર તથા જિલ્લાના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવામાં આવી છે. 15 ડીસેમ્બરથી દેશના તમામ ટોલનાકા પર ફાસ્ટટેગ અમલી થવા જઇ રહયો છે ત્યારે કામરેજ અને ભાટીયા ટોલનાકા પર સુરતના સ્થાનિક વાહનો પાસેથી પણ ટેકસ લેવાનું નકકી કરાયું છે. ટોલના વિરોધમાં સુરત કોંગ્રેસ દ્વારા પુણા ગામ ખાતે સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસે કામરેજ અને ભાટિયા ટોલ નાકાને સુરતના વાહનો પાસેથી ટોલ લેવાનો પરવાનો રદ કરવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને ટોલનાકાઓ પર ટોલ લેવા સંદર્ભમાં અગાઉ સુરત ખાતે નેશનલ હાઇવે ઓથોરીટી તથા સુરતના ધારાસભ્યો અને તંત્રના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં હાજર રહેલાં જન પ્રતિનિધિઓએ પણ ટોલ લેવા સામે વિરોધ નોંધાવ્યો હતો. 15 તારીખ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટોલનો મુદો આગામી દિવસોમાં રંગ પકડે તેવા એંધાણ વર્તાઇ રહયાં છે.

Next Story
Share it