સુરત: ખટોદરા પોલીસ દ્વારા આરોપીને મારમારવાની ઘટનામાં આરોપીનું મોત થતાં ઉમેરાઈ ૩૦૨ની કલમ

New Update
સુરત: ખટોદરા પોલીસ દ્વારા આરોપીને મારમારવાની ઘટનામાં આરોપીનું મોત થતાં ઉમેરાઈ ૩૦૨ની કલમ

કુલ આઠ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો

આરોપીઓ વિરુદ્ધ વધુ એક કલમ નો ઉમેરો કરવામાં આવ્યો

સુરત શંકમંદ આરોપીને માર મારવાનો મામલે પોલિસના મારનો ભોગ બનેલા શંકમંદ આરોપીનું મોત નીપજ્યું છે. ખટોદરા પીઆઇ એમ.બી.ખીલેરી,પીએસઆઇ સી.પી ચૌધરી સહિત કુલ આઠ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ વધુ એક કલમ નો ઉમેરો કરવામાં આવ્યો.

આરોપી પોલીસ કર્મચારીઓમાં એમ.બી.ખીલેરી ( પીઆઇ ખટોદરા પો.સ્ટે.),સી.પી.ચૌધરી( પીએસઆઇ ખટોદરા પો.સ્ટે.),હરીશભાઈ ( ડી- સ્ટાફ ),કનકસિંહ ( ડી.- સ્ટાફ ),પરેશભાઈ ( ડી - સ્ટાફ),આશિષભાઈ ( ડી- સ્ટાફ),કલ્પેશભાઈ ( ડી - સ્ટાફ),દીલુભાઇ ( ડી - સ્ટાફ)સામે ખટોદરા પોલીસ મથકમાં 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખટોદરા પોલીસ મથકમાં શંકમંદ આરોપી ઓમપ્રકાશ પાંડેને પોલીસ કર્મચારીઓએ ગેરકાયદેસર અટકાયત કરી ઠર્ડ ડિગ્રી આપી હતી.

જ્યાં ઓમપ્રકાશ ને ગંભીર હાલતમાં સારવાર અર્થે પ્રથમ સિવિલ હોસ્પિટલ અને બાદમાં નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ફરજ પર હાજર તબીબોએ ઓમપ્રકાશને બ્રેન હેમરેજ થયાનું જાહેર કર્યું હતું. આખરે ગત રોજ સાંજે સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. આ આરોપીને માર મારવાના ગુનામાં ફરાર પી.આઈ,પીઆઈ,પીએસઆઈ,6 ડી સ્ટાફ પોલીસકર્મી વિરુદ્ધ 302 ગુનો દાખલ કરી આરોપી પોલીસ કર્મીઓને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Latest Stories