સુરત : ઘરે ટીફીન લેવા જઇ રહેલા યુવાનનું બાઇક સ્લીપ થતાં મોત : ઘટના સીસીટીવીમાં કેદ

0
4734

સુરતના વેસુ વિસ્તારમાં બાઈક સ્લીપ થઇ હતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. મૃતક યુવાનના આઠ મહિના બાદ મે મહિનામાં લગ્ન થવાના હતા.

સુરતના પાંડેસરાના કૈલાસ નગરમાં રામવિકાસ મહેશ યાદવ તેમના પિતરાઇ  ભાઈ સાથે રહેતો હતો અને ડુમસમાં કામ કરતો હતો. આજે ડુમસથી બાઈકપર ઘરે ટિફિન લેવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન વેસુના વીઆઈપી રોડ પર બાઈક સ્લીપ થઈ ગઈ હતી. બાઇક સ્લીપ થતાં રામ વિકાસ 20 મીટર સુધી ઢસડાયો હતો અને ડિવાઈડર સાથે માથું અથડાયું હતું. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક રામવિકાસના લગ્ન આગામી મે મહિનામાં નક્કી કરવામાં આવ્યા હતા. તેના  મોતની જાણ પરિવારને કરવામાં આવતા શોકનો માહોલ છવાયો છે.આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

 

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here