સુરત પાટીદાર સન્માન સમારોહમાં ધમાલ મચાવનાર તમામને મુક્ત કરાવતા CM રૂપાણી
BY Connect Gujarat9 Sep 2016 11:15 AM GMT

X
Connect Gujarat9 Sep 2016 11:15 AM GMT
સુરતના અબ્રામા ખાતે રાજસ્વી પાટીદાર સમારોહમાં ધમાલ મચાવનાર 130 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી હતી જે તમામને મુખ્યમંત્રી દ્વારા દરમિયાન ગિરી કરીને મુક્ત કરવામાં આવ્યા છે.
તારીખ 8મી ના રોજ સાંજે સુરતના અબ્રામા ખાતે ની પી.પી.સવાણી ના વિશાળ સંકુલમાં રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ યોજાયો હતો.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીઓ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ સમારોહનો વિરોધ કરતા પાટીદારો દ્વારા ધાંધલ ધમાલ મચાવવા માં આવી હતી. તેમજ ખુરશીઓ ઉછાળવાની સાથે બહાર પથ્થર મારા જેવી ઘટનાઓ પણ બની હતી.

ઘટનામાં સુરત પોલીસ દ્વારા 130 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દરમિયાનગિરી કરી હતી, અને તેઓના કહેવાથી પોલીસે તમામને જેલમુક્ત કર્યા હતા.આ અંગે ની જાહેરાત રાજ્યના ગ્રુહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સુરત ખાતે કરી હતી, સુરતના વરાછા વિસ્તારના ત્રણ ધારસભ્યો પ્રફુલ પાનશેરીયા, કુમાર કાનાણી, અને જનક બગદાણા તથા કાર્યક્રમના આયોજન મહેશ સવાણીએ કરેલી રજુઆત બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સુરતમાં પાટીદાર અભિવાદન સમારોહ બાદ વરાછાના અનેક વિસ્તારોમાં કાંકરીચાળો થયો હતો કેટલીક જગ્યાઓ પથ્થરમારો અને બસના કાચ ફોડવાની ઘટના બની હતી બીજી તરફ સમારોહ સ્થળ ઉપરથી 130 જેટલી વ્યક્તિઓને ધમાલ કરતા રંગેહાથ પોલીસે ઝડપી લીધા હતા અને આજે બપોર બાદ તમામને કઠોર કોર્ટમાં રજુ કરવામાં આવનાર હતા, તે પહેલા જ રાજ્ય સરકારે આ તમામ લોકોને છોડી મુકવાનો નિર્ણય લીધો છે
Next Story