સુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત

0

સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ  છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષમાં માત્ર એક જ યુનિફોર્મ આપવામાં આવે છે, જે વર્ષ દરમ્યાન ફાટી જતાં હોય છે, ત્યારે બાળકો ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ આવવા મજબૂર બન્યા છે.

સુરત ખાતે  મનપા સંચાલિત 535થી વધુ નગર પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં લગભગ 1.70.000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ સમિતિ દ્વારા પહેલા બે યુનિફોર્મ આપવામાં આવતા હતા, ત્યારે હાલ બેના બદલે ફક્ત એક જ યુનિફોર્મ આપવામાં આવતા વિરોધ પક્ષ નેતા સહિત વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એક જ યુનિફોર્મ આપવામાં આવતા  વર્ષ દરમ્યાન યુનિફોર્મ ફાટી જતાં હોય છે, જેથી બાળકો  ફાટેલા યુનિફોર્મ પહેરવા મજબૂર બન્યા છે. વિપક્ષે દાવો કર્યો છે કે, પ્રથમ સત્રમાં બાળકોને જે યુનિફોર્મ આપવામાં આવ્યા હતા તે ખૂબ જ હલકી ગુણવત્તાના છે. જ્યારે કનેક્ટ ગુજરાતની  ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા બાળકોના યુનિફોર્મ ફાટેલી હાલતમાં નજરે પડ્યા હતા.

 શાળામાં અભ્યાસ કરતા બાળકોને પ્રાથમિક સુવિધા શિક્ષણ સમિતિ દ્વારા પૂરી નહી પડતા  વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો  છે. વાલીઓએ રોષ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, અમે ગરીબ મધ્યમ વર્ગના હોવાથી અમારા બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે, જ્યારે બાળકોને સમિતિ દ્વારા પ્રાથમિક સુવિધા પૂરી પાડી શકતી નથી. પહેલા અમારા બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવતા હતા, જે હવે ફક્ત  એક જોડી આપવામાં આવે છે. બાળક રોજેરોજ એકના એક યુનિફોર્મ શાળાએ પહેરીને  જતો હોય છે. જેથી યુનિફોર્મ ફાટી જાય છે. ઉપરાંત વિદ્યાર્થીઓને હજુ સુધી આઈ કાર્ડ પણ આપવામાં આવ્યા નથી.

 સમગ્ર મામલે શિક્ષણ સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલે સમિતિનો બચાવ કરતા જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્માર્ટ કાર્ડ સહિત બાળકોના એડમિશન પ્રક્રિયા માટે સિસ્ટમ ડેવલપ કરી રહી છે. ફેબ્રુઆરી 2019માં આ પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકાને લેખિતમાં જાણ કરી હતી. પ્રથમ સત્રમાં જૂન-જુલાઈમાં ગણવેશ આપી દેવામાં આવે છે. ઓગસ્ટ મહિના બાદ જે વિદ્યાર્થીઓ શાળામાં પછીથી આવતા હોય છે તે વિદ્યાર્થીઓના  ગણવેશનો ઓર્ડર અલગથી આપવાનો હોય છે અને તે ઓર્ડર  આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓને ગણવેશ આપી દેવામાં આવશે.

બીજી બાજુ શિક્ષણ સમિતિના શાસન અધિકારી વિમલ દેસાઈએ સમગ્ર મામલે પૂછવામાં આવતા તેઓએ પણ સમિતિનો બચાવ કરતા આઈકાર્ડને લઇ જણાવ્યું હતું કે નવીનીકરણમાં આધુનિકતા તરફ જઈ રહ્યા છે જેના માટે બેથી ત્રણ ડેમો સેસન ચાલુ છે. જ્યારે બાળક પ્રવેશ થાય ત્યારે એનું ફેસ રીડિંગ થઈ હાજરીમાં નોંધ થાય અને બાકીના બાયોડેટા પણ નોંધાય તે માટેની કામગીરી ચાલુ છે. આવતા સત્રથી તેઓના આઈકાર્ડ  આપી દેવામાં આવશે.

બાળકોને એક યુનિફોર્મ આપવા બાબતે જણાવ્યું હતું કે સમાજ કલ્યાણ ખાતા દ્વારા વિદ્યાર્થી ગણવેશ માટે 600 રૂપિયા પાડવામાં આવે છે જેથી એક જોડી ગણવેશ ફાળવે છે યુનિફોર્મ ક્વોલીટી વિશે કહ્યું કે યુનિફોર્મ ટેસ્ટિંગ કરતા હોય છે તેની ચકાસણી કરી યોગ્ય હોય છે તે આપવામાં આવે છે

 તમે વિદ્યાર્થીઓએ પહરેલ ફાટેલ યુનિફોર્મના દ્રશ્યો જોઈને કહી શકો છો કે અધિકારીઓ કેવી રીતે ટેસ્ટીંગ અને ચકાસણી કરી યુનિફોર્મ આપતા હોય છે ત્યારે સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવતા 600 રૂપિયા વિદ્યાર્થીઓના અકાઉન્ટમાં તો જાય છે પણ વિદ્યાર્થીઓ ગરીબ અને મધ્યમ વર્ગના હોવાથી તેઓના બેંકમાં પૈસા ન હોવાના કારણે બેંક બેન્કિંગ ચાર્જ 200 રૂપિયા કાપી લેતા હોય છે શિક્ષણ સમિતિના વિરોધ પક્ષ સભ્ય શફી જરીવાળા જણાવ્યું હતુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here