Connect Gujarat
ગુજરાત

સુરત : બીજેપી સાંસદ દર્શના જરદોષ ફરી રિપીટ

સુરત : બીજેપી સાંસદ દર્શના જરદોષ ફરી રિપીટ
X

સુરત ઇન્ડિયાની સૌથી સેફ સીટ ગણાતી સુરત લોકસભા બેઠક માટે આખરે નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ બેઠક પર ભાજપે ફરી એક વખત રિપીટ થિયરી અપનાવી છે. વર્તમાન સાંસદ દર્શના જરદોષને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે. ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

લોકસભાની સીટ માટે સુરત બેઠક પર અનેક અટકળો સેવતી હતી કયાંય નીતિન ભજિયાવાળાનું નામ તો ક્યાંય મહેશ સવાણીનું નામ ચર્ચામાં હતું. પરંતુ આ બેઠક પર ફરી એક વખત ભાજપે રિપીટ થિયરી અપનાવી છે. મૂળ સુરતી અને વર્તમાન સાંસદ દર્શના જરોદશને ફરી એક વખત સુરતની લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દર્શના બેનના નામની જાહેરાત થતા જ તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભાજપ કાર્યલય ખાતે પહોંચી ગયા હતા. અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. દર્શના બેને જણાવ્યું હતું કે પાર્ટી જે નિણર્ય લેશે તે સર્વોપરી હોય છે. અને ફરી એક વખત તેમને મેદાનમાં ઉતારવા બદલ તેઓ ખૂબ આભારી છે. હવે આ મેદાનમાં બાજી મારવા તેઓ એડીચોટીનું જોર લગાવશે. પરંતુ આ વખતે સુરતીઓનો જનદેશ શુ હશે તે આવનારો સમય બતાવશે. પરંતુ ભાજપે અહીં રિપીટ થિયરી અપનાવતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ ચોક્કસ જોવા મળ્યો હતો.

Next Story