New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/IMG-20190927-WA0037.jpg)
ગત રાત્રી દરમ્યાન માંડવી નગરમાં થયેલ વીજ કડાકા સાથે મુશળધાર વરસાદ માં માંડવી નગર પ્રવેશ દ્વાર પર આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ ની બાજુમાં આવેલ જી.ઇ.બી. ના ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા ટ્રાન્સફોર્મર નીચેની તરફથી ફાટી ગયું હતું અને વીજ પ્રવાહ ખોરવાયો હતો.
આ વાતની જાણ માંડવી જી.ઇ.બી. પર કરતા તેઓ દ્વારા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેના માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. થોડો સમય આખા નગરમાં પણ વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. અને તેનું સમારકામ કરી નગરમાં ફરી વીજ પ્રવાહ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ રિંગરોડ પર આવેલ ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા ફાટી ગયું હોવાથી ટ્રાન્સફોર્મર બદલવાનું હોવાથી ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી પણ માંડવી જી.ઇ.બી. દ્વારા હાથ ધરવામાં આવી હતી.