Connect Gujarat
ગુજરાત

સુરત મુસ્લિમ સમાજ દ્વારા કરાઇ ગણેશ સ્થાપના

સુરત મુસ્લિમ સમાજ દ્વારા કરાઇ ગણેશ સ્થાપના
X

રીઝવાનના પરીવાર લોકો માટે એક પ્રેરણારૂપ

હાલ ગણેશઉત્સવ ચાલી રહ્યો છે. છેલ્લા સાત દિવસથી ગણેશભકતો ઉત્સાહપુર્વક શ્રીજી પૂજા- આરતી કરી રહયા છે. ત્યારે સુરતના અમરોલીમાં રહેલા એક મુસ્લિમ પરીવાર છેલ્લા ૯ વર્ષથી કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર શ્રીજીની સ્થાપના કરે છે અને ઉત્સાહપુર્વક ૧૦ દિવસ ગણેશજીની પૂજા અર્ચના પણ કરે છે.

રમજાનમાં રામ અને દિવાળીમાં અલીનો સમન્વય થતો હોવાની વાત ઘણીવાર સંતોના મુખેથી સાંભળતા હોઈએ છીએ, હિન્દુ- મુસ્લિમ ધર્મના તહેવારોમાં કોમી એકતાની મિશાલ એકબીજાને લાગણીના તાંતણે જોડે છે. કઈક આ જ પ્રકાર કોમી એકતા હાલ ગણેશ ઉત્સવમાં પણ જોવા મળી રહી છે

સુરત શહેરના અમરોલીના છાપરાભાઠા ખાતે આવેલ રામદેવ એપાર્ટમેન્ટમાં રહેતા રિઝવાન ઉર્ફે રાજ મેમણ છેલ્લા 9 વર્ષથી પરીવાર સાથે તેના એપાર્ટમેન્ટમાં ગણેશજીની વિધિવત સ્થાપના કરી ધર્મ અને જાતિના ભેદભાવથી પર હોવાનો સંદેશો પાઠવ્યો છે. રિઝવાન મેમણ અને તેમના પરીવારજના જણાવ્યા પ્રમાણે અમારા ઘરમાં પણ મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના અને અલ્લાહની ઈબાદત કરવામાં આવે છે.

રીઝવાન મેમણ છેલ્લા કેટલાય વર્ષોથી હિન્દુઓ સાથે રહે છે.આખા એપાર્ટમેન્ટમાં તેઓનું એક જ પરીવાર મુસ્લિમ છે છતાં પણ અત્યાર સુધી કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવ્યો નથી. તેઓના એપાર્ટમેન્ટના તમામ સભ્યો પણ સાથે મળીને ગણેશજીની પૂજા અર્ચના કરે છે. અને મુસ્લિમ ધર્મના તહેવારને પણ માન આપીને ઉત્સાહપુર્વક સાથે મળીને જ ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર બાબતને ધ્યાને રાખીને જોઈએ તો ખરેખર રીઝવાનના પરીવાર લોકો માટે એક પ્રેરણારૂપ સાબિત થયું છે.

Next Story