Connect Gujarat
ગુજરાત

સુરત મોબ લિંચિંગ રેલી બબાલ મામલે ત્રણ કોર્પોરેટર સહિત ૫ હજારના ટોળા સામે પોલીસે નોંધ્યો ગુનો

સુરત મોબ લિંચિંગ રેલી બબાલ મામલે ત્રણ કોર્પોરેટર સહિત ૫ હજારના ટોળા સામે પોલીસે નોંધ્યો ગુનો
X

સુરતના નાનપુરામાં થયેલા ઘર્ષણ મામલે પોલીસે ત્રણ કોર્પોરેટર સહિત ૫ હજારના ટોળા સામે રાયોટીંગ સહિતનો ગુનો નોંધ્યો છે અને આ ઘટનામાં કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલા સહિત ૬ લોકોની ધરપકડ કરી છે.

દેશભરમાં મોબ લિંચિંગના બનાવના વિરોધમાં સુરતમાં વર્સેટાઇલ માઇનોરિટી ફોરમના નેજા હેઠળ શુક્રવારે બપોરે ૩ વાગ્યે ખ્વાજા દાના દરગાહ,બડેખાંચકલા ખાતેથી નીકળેલી મૌન રેલી મકાઇપુલ પાસે આવતા જ તોફાની બની હતી. તોફાની તત્વોએ પોલીસ પર હુમલો કરીને બસ તથા ખાનગી વાહનોની તોડફોડ કરી હતી. દોઢથી બે કલાક સુધી તોફાન ઘર્ષણ થતાં પોલીસે ફાયરિંગ કર્યા ઉપરાંત 7 ટિયરગેસના સેલ છોડ્યા હતા. લાઠીચાર્જ કરી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં 4 પોલીસ અધિકારીઓને નાની મોટી ઇજા થઈ હતી આ ઘટનામાં પોલીસે ૩ કોર્પોરેટર સહિત ૫ હજારના ટોળા સામે ગુનો નોંધ્યો છે અને રેલીની આગેવાની કરી રહેલા ૬ લોકોની ધરપકડ કરી છે.

Next Story