/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/23204439/maxresdefault-285.jpg)
સુરત શહેરમાં રીક્ષા અને ટુ-વ્હીલર પર જતા રાહદારીઓની બેગ થતા પર્સની
સ્નેચિંગ કરનાર ઈસમની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. શહેરના અલગ અલગ
વિસ્તારોમાં વહેલી સવારે સ્નેચિંગ ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ જતો હતો.
સુરત શહેરમાં દિનપ્રતિદિન મોબાઈલ પર્સ બેગની સ્નેચિંગ ઘટનામાં સતત વધારો
જોવા મળી રહ્યો છે. ઘટનાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા શહેર પોલીસે સૂચન કરતા
ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સ્નેચિંગની ઘટનાને
અંજામ આપનાર આરોપી ધરપકડ કરી છે. શહેરના ભેસ્તાન આવાસ ડિંડોલી વિસ્તારમાં રહેતો
મૂળ અહમદનગર મહારાષ્ટ્રનો વતની ૧૯ વર્ષીય આકીબ ઉર્ફે માણસ ઈબ્રાહીમ ઉર્ફે ઇબા શેખ
નામના આરોપીની ખરવન નગર પાસે આવેલ રોકડીયા હનુમાન મંદિર પાસેથી ધરપકડ કરી છે આરોપી
આકીબ વહેલી સવારે બહારગામથી આવતા જતા તથા રીક્ષા મોટરસાયકલ પર પસાર થતા રાહદારીઓ
બેગ અને પર્સની સ્નેચિંગ ઘટનાને અંજામ આપતો હતો. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ
કંપની રૂપિયા ૬૭૫૦૦ના મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે.
પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા
આરોપી વહેલી સવારે સાત વાગ્યા પહેલા ચીનની ઘટનાને અંજામ આપી પર્સમાંથી સોના ચાંદી
દાગીના તેની માતા સોયેબ ઉર્ફર લાલ રૂકશાના ઉર્ફે રૂકસી અને વસીમ ઇસ્માઇલ શેખને આપી
દેતો હતો. ત્રણે મળીને મહારાષ્ટ્ર ખાતે રહેતા આરોપીના જીજા ઇમરાન મહેમૂદ શેખને આપી દેતા હતા અને
તેઓ મહારાષ્ટ્રના શિરપુર ખાતે મુદ્દામાલ વેચી રોકડ રકમ મેળવી લેતા હતા. આરોપી આકીબ
શેખની વધુ પૂછપરછ કરતા તેઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં લીફટિંગના ૧૭ ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ
છે અને આરોપી અગાઉ લીફટિંગના પકડાઈ ચુકેલ છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે
આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.