/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-258.jpg)
- રોષે ભરાયેલા સોસાયટીના રહીશો પહોંચી વિરોધ નોંધાવયો હતો
- સાતથી આઠ જેટલા મકાનો નોટીસ પાઠવી તાત્કાલિક ખાલી કરાવી તોડી પાડવામાં આવી
સુરતની ખાડી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તથા ટીપી રોડના કબજાની કામગીરી માટે વરાછામાં ખાડી કિનારે આવેલી વિવેકાનંદ સોસાયટીમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સાતથી આઠ જેટલા મકાનો નોટીસ પાઠવી તાત્કાલિક તેને ખાલી કરાવી તોડી પાડવામાં આવ્યા હતા. આ રીતે અચાનક તાત્કાલીક ખાલી કરાવતા સોસાયટીના રહિશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
35 વર્ષ પહેલાં બનેલી આ સોસાયટી ખાડી ડેવલપમેન્ટ અને ટીપી રોડ પર આવતી હોય તેને ખાલી કરવા માટે નોટીસ આપવામાં આવી હતી. આ નોટીસ બાદ સોસાયટીના ૩૯ મકાનો પૈકી ૨૧ મિલકતધારકોએ કોર્ટમાં અપીલ કરી છે. કોર્ટ હીયરીંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ કામગીરી ન કરવા માટે જણાવ્યું હતું. જેથી બાકી રહેલા ૧૮ મકાન ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં સાત જેટલા મકાન તોડી પાડવામાં આવ્યા હતા. આ ડિમોલીશન માટે પોલીસ બંદોબસ્તની માંગણી પણ કરવામાં આવી હતી. જોકે, બંદોબસ્ત મળ્યો ન હતો. પાલિકા દ્વારા ડિમોલીશનની લોકોને સમજાવી હાથ ધરવામાં આવ્યું હતું. રાહીશોનું કહેવું છે કે ધારાસભ્યએ અમારો વિશ્વાસ તોડ્યો છે ચૂંટણી પહેલા પોકળ દાવા કર્યા હતા.