સુરત શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું 10 દિવસમાં 7 લોકોના મોત

35

સુરત ઉધના-ડિંડોલીમાં ઝાડા-ઊલટી કેસો વધ્યા

સુરત શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે.ઝાડા ઉલ્ટી ,તાવ ,વાયરલ ફીવર અને અન્ય પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના રોજે રોજ કેસ સિવિલ ,સ્મીમેર હોસ્પિટલ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં આવી રહ્યા છે.રવિવારે ઝાડા ઉલટીને લીધે વધુ 2ના મોત નિપજ્યા હતા.ચાલુ સિઝનમાં તાવ અને ઝાડા ઉલટીને લીધે અત્યાર સુધીમાં ૭ લોકોનાં મોત થઇ ચુક્યા છે.

સુરત શહેરમાં ઝાડા ઉલટીના અને તાવ કેસો માં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ પાણી જન્ય રોગચાળા થી એક પછી એક ના મોત થઇ રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં સુરતમાં ૭ લોકોના મોત થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગી છે. જેમાં તાજેતરમાં માં ડીંડોલી વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય મહિલા  ગાયત્રીબેન  ગૌતમનું મોત થયું છે. મહિલા કમળો થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જોકે મેધરાજા ના વિરામ બાદ શહેરમાં મચ્છર જન્ય રોગે માથું ઉચક્યું છે. ત્યારે ત્યારે તંત્ર પણ મોડે મોડે હરકતમાં આવીને  દવા છંટાવવાની કામગીરી શરૂ કરી છે. તેમજ ઉકાઈ ડેમ માંથી પાણી છોડતા તાપી નદીમાં ફલડ ગેટ બંધ કરતા કાદર શાહ ની નાલ અને વેડ પંડોળ વિસ્તારમાં બે દિવસથી ગટરના પાણી ભરાયા હતા. જોકે આ ગટરના પાણીથી રોગચાળો ના ફાટે તે માટે વહીવટી તંત્ર દ્વારા મેડીકલ  મોબાઈલ વાન સુવિધા આપીને તમામ ના રીપોર્ટ કરી ચકાસણી હાથ ધરાઈ રહી છે.

સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો તેમાં ઝાડા ઊલટીના દર્દી જૂન 69,જુલાઇ 107,ઓગસ્ટ 37 કેસ નોંધાયા છે. બીજી બાજુ ગત વર્ષ કરતા આ વર્ષએ ઝાડા ઊલટીના ઓછા કેસ હોવાનું આરોગ્ય વિભાગ ના અધકારીઓ દ્વારા જણાવમાં આવેલ છે.

સુરત શહેરમાં એક બાળક સહિત બે વ્યક્તિના ઝાડા ઉલ્ટી બાદ મોત થતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ડીંડોલી માં ત્રણ થી રોગચાળા ની લપેટમાં મોત નીપજતા આરોગ્ય વિભાગ ઉઘતું ઝડપાયું છે.આ સમગ્ર ઘટના અંગે માનપના અધિકારીઓને જાણ થતાં આરોગ્ય અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી વિસ્તારમાં સફાઈ કરી દવા છટવાની કામગીરી હાથ ધરી હતી.

LEAVE A REPLY