સુરત શહેરમાં વરસાદી માહોલ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

New Update
સુરત શહેરમાં વરસાદી માહોલ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

સુરત શહેરમાં અંદાજીત એક સપ્તાહ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી બોલાવી છે. એક સપ્તાહના વિરામ બાદ સુરત શહેરમાં ફરી વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં મોડી રાતથી વરસાદ વરસતા લોકોને ગરમી થી રાહત મળી છે.

Advertisment

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. એક સપ્તાહથી વધુ સમયથી મેઘરાજા શાંત રહેતા સુરત શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ હવામાન વિભાગની આગાહી ના પગલે ગત રોજ થી સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરમાં મોટી રાતથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સવારે સ્કુલે જતા બાળકો તેમજ નોકરી ધંધે જતા લોકોને હાલાકી પડી હતી. પરંતુ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

Advertisment