સુરત : 5માં માળેથી ધડાકાભેર લિફ્ટ નીચે પટકાઈ, જુઓ સીસીટીવી

New Update
સુરત : 5માં માળેથી ધડાકાભેર લિફ્ટ નીચે પટકાઈ, જુઓ સીસીટીવી

સુરત પાલ-અડાજણ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટી એપાર્ટમેન્ટના 12 નંબરના ટાવરની લિફ્ટ અચાનક ધરાશાયી થઈ હતી.ઓવરલોડના કારણે  લિફ્ટ પાચમાં માળેથી ધરાશાયી થતાં ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી. જેથી લિફ્ટમાં આવી રહેલા 9 જેટલા વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. 6 વ્યક્તિની ક્ષમતા ધરાવતી લિફ્ટમાં 9 વ્યક્તિઓ ચઢી જવાથી ધડાકાભેર લિફ્ટ પટકાઈ હતી. જેને લીધે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. 

સુરતના પાલ ખાતે આવેલા ગ્રીન સીટી બિલ્ડીંગમાં પાંચમા

માળેથી લિફ્ટ પટકાતા 6 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઈને ફાયરને જાણ કરવામાં આવતા ફાયર અને સ્થાનિક લોકોએ તમામને લિફ્ટ માંથી

રેસ્ક્યુ કર્યા હતા.

પાલ વિસ્તારના ગ્રીન સિટી

એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે દુઃખદ અવસાન થયું હતું. જેમાં હાજરી આપવા માટે લોકો

આવ્યાં હતાં. જ્યારે પાંચમાં

માળેથી 9 લોકો લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા તે દરમિયાન ઓવરલોડના કારણે લિફ્ટમાં ખામી

સર્જાઈ હતી. લિફ્ટમાં ખામી સર્જાતા લિફ્ટ ઝડપથી નીચે પટકાઈ હતી. લિફ્ટમાં આવેલા 9 લોકોને ઈજાઓ પહોંચતા

સારવાર માટે અડાજણમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

આ તમામ ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફાયર વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.