/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/07/01-7_1468869186.jpg)
સૌરાષ્ટ્રમાં દલિતોના મામલે ભારે તંગદિલી સર્જાઇ હતી. ગોંડલ અને રાજકોટ વચ્ચેના રોડ પર દલિતો ઉમટી પડ્યા હતા અને વાહનોને અટકાવવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે રાજકોટથી ગોંડલ જવા-આવવાના રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો.
મોડી રાત્રે રાજકોટ ગોંડલ હાઇ વે પર શાપર-વેરાળમાં દલિતોના ટોળા ધસી આવતા પોલીસે તેમને સમજાવીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
તોફાની બનેલા દલિતોના ટોળાએ ગોંડલના મોવિયા નજીક ટાયરો સળગાવ્યા હતા. જ્યારે ધોરાજી નજીક બે બસોને આગ ચાંપવામાં આવી હોવાના અહેવાલ મળ્યા હતા. કેટલાક લોકોએ રાજકોટમાં દુકાનો બંધ કરાવી અને બીઆટીએસના કાચ પણ તોડવામાં આવ્યા.
આ સમગ્ર મામલે પોલીસે ખૂબ જ સમજદારીથી કામ લીધું હતું. ટોળાએ પોલીસની ગાડી પર પણ પત્થરમારો કર્યો હતો તેમ છતાં પોલીસે અદભૂત સહનશક્તિનો પરચો આપતા ટોળાને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરતી રહી હતી.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ઉના દલિત અત્યાર મામલે પગલાં ન લેવાતા 5 જેટલા દલિતોએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ દલિતો રોષે ભરાયા હતા.