/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/sridevi-story-650_010615042725.jpg)
શ્રીદેવીના નિધન બાદ પતિ બોની કપૂર પત્નીની યાદગાર પળોની ડોક્યુમેન્ટરી બનાવવા ઇચ્છે છે. તેમાં તેમને શેખર કપૂરનો પણ સાથ મળે તેવી શક્યતા છે. આ ડોક્યુમેન્ટરી એક કલાકના સમયગાળાની હશે. આ ડોક્યુમેન્ટ્રીમાં શ્રીદેવીની બાળ કલાકાર, પુખ્ત અભિનેત્રી તેમજ તેની યાદગાર ફિલ્મો ઉપરાંત તેની ૧૫ વરસના બ્રેક બાદની ઇંગલીશ-વિંગલીશ ફિલ્મોના ફુટેજ પણ સમાવામાં આવશે.
જોકે આ ફિલ્મમાં શ્રીદેવીના 'ટ્રેજિક ડેથની ઘટનાનો સમાવેશ હશે કે નહીં તે એક પ્રશ્રાર્થ છે. શ્રીની યાદમાં પતિ બોની એક ડોક્યુમેનટ્રી બનાવાનું વિચારી રહ્યો છે. જેના દ્વારા બોની શ્રીદેવીની જિંદગીની કહાની પડદા પર લાવવા ઇચ્છે છે. આ ડોક્યુમેન્ટ્રીમાં શ્રીની જિંદગનીના ખૂબસૂરત અને મુખ્ય પળને સામેલ કરવામાં આવશે. આ ડોક્યુમેન્ટ્રીને રિયલ ટચ આપવા માટે શ્રીદેવીનો ઓરિજનલ વોઇસ, ઇન્ટરવ્યુ, તેના સહ-કલાકારના ઇન્ટરવ્યુ, ઓરિજિનલ વિડીયો અને રિયલ ફુટેજનો ઉપયોગ કરવામાં આવશે.