Connect Gujarat
ગુજરાત

હકારાત્મક ઉકેલ દ્વારા પ્રજાજનોને લોકાભિમૂખ વહિવટની પ્રતીતિ માટે જિલ્લા કલેક્ટર પટેલની હ્રદયસ્પર્શી અપીલ

હકારાત્મક ઉકેલ દ્વારા પ્રજાજનોને લોકાભિમૂખ વહિવટની પ્રતીતિ માટે  જિલ્લા કલેક્ટર પટેલની હ્રદયસ્પર્શી અપીલ
X

કેવડીયા કોલોની – સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સીટી નં- ૨ ખાતે જિલ્લા પ્રસાશન દ્વારા મહેસૂલી પરિવારના કર્મયોગીઓ માટે યોજાયેલી ચિંતન શિબિરને ખૂલ્લી મૂકતાં જિલ્લા કલેક્ટર

નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે જિલ્લાના મહેસુલી પરિવારના સૌ

કર્મયોગીઓને જિલ્લા પ્રસાશન પાસેથી લોકોની પ્રજાકીય આકાંક્ષાઓ–અપેક્ષાઓ ઉપરાંત લોકરજૂઆતોનો પૂરતી સંવેદના સાથે યોગ્ય, વાજબી, ઝડપી અને હકારાત્મક ઉકેલ દ્વારા

અરજદારોને ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ ખૂબ જ સરળતાપૂર્વક ઝડપથી મળી રહે અને તે

દ્વારા પ્રજાજનોને લોકાભિમૂખ વહિવટની પ્રતીતિ થાય તેવી કાર્યપ્રણાલી વિકસાવવાની

સાથોસાથ કર્મયોગીઓને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ વધુ અસરકારક અને પરિણામલક્ષી

બની રહે તે જોવાની હ્રદયસ્પર્શી અપીલ કરી છે.

કલેક્ટર પટેલે ચિંતન શિબિરનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શરૂ

કરાયેલા નવા નવા પાર્ટલો તેમજ નવી નવી ઓનલાઇન સિસ્ટમની પૂરતી સમજ અને જાણકારી સાથે કર્મયોગીઓને

મોટીવેશનલ પ્રેરણા મળી રહે તે માટે સરકારની સંવેદનશીલતા, પ્રામાણિકતા, પ્રોગ્રેસીવ વગેરે જેવા

આધારસ્થંભની સમજ પૂરી પાડવામાં આવી છે. તદ્ઉપરાંત અરજદારોને જે કાંઇ સેવાઓ મળે છે

તે સેવાઓ સરળતાપૂર્વક ઝડપથી કઇ રીતે મળી શકે તેવો આજની ચિંતન શિબિરનો હેતુ રહેલો

છે અને તેના ઉપર સમગ્ર દિવસ દરમિયાન ગહન ચિંતન કરાશે અને આજની ચિંતન શિબિર બાદ

કર્મયોગીઓમાં લોકોને સેવા પૂરી પાડવા માટેના રહેલા ધોરણ-અભિગમમાં ખૂબ સારા વધારા

સાથે ચોક્કસ પરિણામલક્ષી બદલાવ આવશે, તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના વહિવટીતંત્રમાં મહેસૂલ

વિભાગ સરકારનું સીધું પ્રતિનિધિત્વ કરતું હોય છે, ત્યારે જિલ્લાના પ્રસાશનમાં મહેસૂલી કર્મયોગીઓની ફરજો

અને જવાબદારીઓ પણ વિશેષરૂપે રહેતી હોય છે. આજના ટેકનોલોજીના યુગમાં સમય

બદલાવવાની સાથે નીત નવી ટેકનોલોજી પણ આવિષ્કાર પામી રહી હોઇ અને કામની કાર્યપધ્ધતિ

પણ બદલાવાને લીધે તેમજ પ્રજાકીય લોકજાગૃત્તિ વધવાને લીધે જિલ્લા વહિવટીતંત્ર પાસે

લોકોની અપેક્ષાઓ-આકાંક્ષાઓ પણ વધી છે, ત્યારે પ્રત્યેક અરજદાર પ્રસાશનની કામગીરીથી સંતુષ્ટ

થાય તેવો અભિગમ કેળવવાની પટેલે ખાસ હિમાયત કરી હતી.

જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે ઉમેર્યું હતું કે, આપણને સૌને સરકારી નોકરી મળી છે તે

એક આશિર્વાદરૂપ છે અને સરકારી ફરજો અને કામગીરીની સાથોસાથ લોકોની સેવા કરવાનો એક

અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે આ અવસરને આપણી ફરજો અને પ્રજાકલ્યાણલક્ષી કામો થકી વધુ ઉજાગર કરવાની

સાથે દરિદ્ર નારાયણોની વધુને વધુ સેવા થાય તે દિશામાં સૌને સંકલ્પબધ્ધ થવા તેમણે

ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે સામાન્ય દફ્તર તપાસણી અને એપેન્ડીક્ષ-એ અંગે પણ

વિસ્તૃત છણાવટ સાથે કર્મયોગીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Next Story
Share it