/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/new-sahiyar.jpg)
ગત વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીમાં વરસાદ ગરબા રસિકોને ખલેલ પહોંચાડી શકે છે. વર્ષ 2016માં નવરાત્રી દરમિયાન 9 માંથી આશરે 6 દિવસ વરસાદ પડયો હતો, જેના કારણે ગરબા રસિકોને ભારે મુશ્કેલી પડી હતી. અને મનભરી ને ગરબા કરતા યુવાનો ગરબા રમી શક્યા ન હતા. આવીજ કઈંક પરિસ્થિતિ ચાલુ વર્ષે પણ સર્જાય તેમ લાગી રહ્યું છે.
હાલમાં જ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સપ્ટેમ્બર મહિનાની 15 અને 16 તારીખે ભારે વરસાદ વરસી શકે છે અને આગાહી સાચી પણ પડી. આવીજ રીતે હવામાન ખાતાએ સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં પણ વરસાદની આગાહી કરી છે. જે નવરાત્રીનાં આયોજકો માટે ચિંતાનો વિષય બન્યો છે.
કેટલાક આયોજકો એ તો પૂર્વ તૈયારીઓનાં ભાગ રૂપે આ વર્ષે નવરાત્રી મેદાનો ઉપર માટીની જગ્યાએ કોરસ્પોઈલ નખાવી વરસાદી પાણીનાં નિકાલની તૈયારી કરી છે. તો મોટા આયોજકો એ ગ્રાઉન્ડની માપનાં સ્પંજની વ્યવસ્થા પણ કરી છે. જેથી વરસાદી પાણી વહેલી તકે મેદાન માંથી શોષીલેવાય.
વરસાદનાં કારણે ખાણી પીણીનાં સ્ટોલ ધરાવતા લોકોને ગત વર્ષે ભારે નુકશાન પહોંચ્યુ હતુ. જેથી ચાલુ વર્ષે ગરબા આયોજકો એ સ્ટોલનાં ભાવ ઘણા ઓછા રાખ્યા છે. જેથી વરસાદ પડે અને ગરબા ના થાય તો પણ ઝાઝુ નુખસાન ના થાય.
રાજકોટના રોયલ રાસોત્સવ નવરાત્રી મહોત્સવનાં આયોજક વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગત વર્ષે પણ વરસાદ આવ્યો હતો. જેથી બે દિવસ સુધી ઘણી જગ્યાએ અર્વાચીન રાસ બંધ રાખવાની ફરજ પડી હતી. જો કે ગત વર્ષે પણ અમારે એક જ દિવસ બંધ રાખવાની ફરજ પડી હતી.અને અમારા ગ્રાઉન્ડમાં પાણી ન ભરાઈ તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અમે સફળ નિવડયા હતા. જે આગોતરૂ આયોજન આ વખતે પણ અમે કરી દીધુ છે. અને વરસાદી વિઘ્ન સાથે પણ ગરબા ખેલૈયાઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.