/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/Untitled-1-copy-8-1.png)
કચ્છમાં પાણીની વિકટ તંગી છે. છેવાડાના બન્ની, લખપત, અબડાસા ,ખડીર કે પછી ભુજ, અંજાર જેવા સીટી હોય તમામ સ્થળોએ પાણીનો કકળાટ છે ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર પાણી મળતું નથી તેને લઈને હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી પરંતુ આશ્રય વચ્ચે ક્ચ્છ પાણી પુરવઠાના ઇજનેરે જિલ્લામાં પાણીની વ્યવસ્થા યોગ્ય હોવાનો દાવો હાઈકોર્ટમાં કરતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.
કચ્છ કોંગ્રેસના નેતા આદમભાઈ ચાકીએ જિલ્લામાં પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં લોકોને પાણી સમયસર મળતું ન હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી હતી. જેની સુનાવણીમાં કચ્છના પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ફફલે જિલ્લામાં પાણીની કોઈ પણ પ્રકારની ઘટ નથી અને સમયસર પાણી વિતરણ થાય છે. તેવો કાગળ પર બનાવેલો અહેવાલ હાઇકોર્ટેમાં રજૂ કરતા કચ્છવાસીઓમાં પણ પાણી પુરવઠાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે જિલ્લામાં બન્ની, ખાવડા, લખપતના અંતરિયાળ ગામો, અબડાસા પંથક, નખત્રાણા,મુન્દ્રા, માંડવી તાલુકો હોય કે ભુજ શહેર આ તરફ પૂર્વ કચ્છમાં ખડીર અને રાપરના સરહદી ગામોમાં પાણીની અનિયમિતતા છે. જે લોકો પણ સારી રીતે જાણે છે. જિલ્લામાં પાણીની કમી હોવાનો એકરાર કરવાને બદલે પાણી પુરવઠા વિભાગે હાઇકોર્ટમાં ન્યાયાલય સમક્ષ પાણીની વ્યવસ્થા યોગ્ય હોવાનો ખોટો દાવો કરતા કચવાટ ફેલાયો છે.