New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/unnamed-9-2.jpg)
ઉખરલ હેલિપેડ પર કેટલાક શંકાસ્પદ ઉગ્રવાદીઓએ ગોળીબાર કરતા મણિપુરના મુખ્યપ્રધાન ઓકરાબ ઇબોબી માંડ માંડ બચ્યા હતા. તેઓ હેલિકોપ્ટરથી હેલિપેડ પર ઉતરી રહ્યા હતા ત્યારે ગોળીબાર કરાયો હતો. જેમાં મણિપુર રાઇફલનો એક જવાન ઘાયલ થઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ મુખ્યપ્રધાન જ્યારે હેલિકોપ્ટરમાંથી ઉતરી રહ્યા હતા અને સરકારી અધિકારીઓ તેમનું સ્વાગત કરવા જઇ રહ્યા હતા ત્યારે ગોળીબાર થયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ચિંગઇના સૂદુર જિલ્લામાં વિરોધ પ્રદર્શનને પગલે મુખ્યપ્રધાન ત્યાં રોકાઇ શક્યા નહોતા અને તરત જ પરત જતા રહ્યા હતા.
ઉખરુલ જિલ્લાના ચિંગઇ ગામમાં મુખ્યપ્રધાનના ઘણાં કાર્યક્રમની યોજના હતી. તેઓ અહીં એક 100 બેડવાળા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના હતા તેમજ એક પાવર સ્ટેશનનું પણ લોકાર્પણ કરવાના હતા.