• લાઇફસ્ટાઇલ
વધુ

  ‘હેલ્લારો’ બસ જોયા જ કરો ને ભીંજાયા જ કરો અંતરમનમાં

  બીજી મા સિનેમા

  Must Read

  વડોદરા : અંતિમ સંસ્કાર માટે અહેમદ પટેલનો પાર્થિવ દેહ એરપોર્ટ પર આવી પહોંચતા સમર્થકો ઉમટી પડ્યા

  ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું...

  અંકલેશ્વર : અહેમદ પટેલના નિધનના પગલે ગોયાબજાર વેપારીમંડળ પાળશે એક દિવસનો શોક

  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના દુઃખદ નિધનથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગોયાબજાર વેપારી સંગઠનોમાં પણ દુઃખની કાલીમા છવાઈ છે, ત્યારે તેમની અંતિમ વિદાયના પગલે વેપારી...

  ભરૂચ : દેવોની નિંદ્રા ત્યજવાના પર્વ તુલસી વિવાહની કરવામાં આવી ઉજવણી

  કોરોના વાયરસના કારણે તહેવારોની ઉજવણીના રંગમાં ભંગ પડી રહયો છે પણ લોકોની આસ્થા અને શ્રધ્ધા બરકરાર રહી...
  Rushi Dave
  Author & Senior Journalist

  ફિલ્મ મલ્ટીપ્લેક્ષમાં રીલીઝ થયા પહેલા રાષ્ટ્રીય શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કારથી સન્માનિત થાય, દેશની ૪૦૦ પ્રાદેશિક ફિલ્મોમાંથી ફિલ્મની ૧૩ અભિનેત્રીઓને બેસ્ટ એકટીંગ એવોર્ડ મળે એવું પહેલી વાર બન્યું. ૬૬માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં. ૮મી નવેમ્બરે રીલીઝ થયેલી ‘હેલ્લારો’ ફિલ્મની વાત આપ વાંચી રહ્યા છો.

  ‘હેલ્લારો’ ગુજરાતી ભાષાનો તળપદી શબ્દ. કવિ રમેશ પારેખની કવિતાનું શીર્ષક છે ‘હેલ્લારો’ ફિલ્મનું ટાઈટલ સૂચવ્યું ફિલ્મના ગીતકાર સૌમ્ય જોશીએ ‘હેલ્લારો’ એટલે મોજું, વહેણ, છાલક એવી કે જેને વાગે તેને પાડે, તારે. ફિલ્મનું કેન્દ્ર માત્ર ઢોલીડો. જયેશ મોરે અદભુત અભિનય. ઢોલ પર જે તાલ પડે દર્શકો ઝૂમવા લાગે.

  દિગ્દર્શક અભિષેક શાહ કહે છે છેલ્લા ત્રણ વર્ષથી આ ફિલ્મની વાર્તા હું જીવી રહ્યો હતો.

  અભિનેત્રીઓ : શ્રધ્ધા ડાંગર, બિન્દ્રા ત્રિવેદી, સચી જોષી, નિલમ પંચાલ, તેજલ પાચસારા અને કૌંસુબી ભટ્ટ.

  સંગીત : મેહુલ સુરતી અદભુત સંગીત

  એડિટર : પ્રતિક ગુપ્તા. સૂર્યોદય અને સુર્યાસ્તે રમતા ગરબા ગામમાં પુરુષો રમે અને સવારે સ્ત્રીઓ રમે. અકલ્પનીય એડીટીંગ

  પ્રોડકશન : હરફનમૌલા સલામ

  સમય અવધિ : ૨ કલાક ૧ મિનિટ

  સંવાદ :

  રેવતી (વિધવા) : હે માવડી ગામની સ્ત્રીઓ માંથી જાણે અજાણે કોઈ પાપ થયા હોય તો એ મારા માથે નાખજે.

  મંજરી (શ્રધ્ધા ડાંગર) : તારા માથે હવે જગ્યા જ ક્યાં છે ?

  ઢોલીડા તમારા ઢોલના તાલ પર તાળી આપીએ, ગરબે ઘૂમીએ એટલો વખત એમ થાય કે જીવતા છીએ.

  નિયમો એમના અને રમત પણ એમની.

  કીધુંને પાંખ ફૂટી હોય કે શીંગડા કાપી નાખજે, હું કાપીશ તો વધુ દુઃખશે.

  ‘હેલ્લારો’ ફિલ્મની વાર્તા જ પાત્રોનો શૃંગાર છે. એક અધ્યાત્મિક સફર કલાકારોને થઇ સાથોસાથ દર્શકોને પણ થાય છે.

  દિગ્દર્શકે સ્પષ્ટ શબ્દોમાં કલાકારોને કહેલું અહીં પવન ફૂંકાશે, પગમાં કાંટા વાગશે, લોહી નીકળશે, સ્ત્રી પાત્રોએ ટીલો, બુટી, નથણી, વજનદાર નેકલેશ, પગમાં કડા, કચ્છી ભાતના લુગડાનો ભાર, આ બધા સાથે કરવાની એકટીંગ, બોલવાના સંવાદ, ગરબે ઘૂમવાનું ને એક્ષપ્રેશન આપવાની ચેલેન્જ અમે સૌ કલાકારોએ ઉપાડી અને ‘હેલ્લારો’ને મળ્યો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર.

  કચ્છના જે વિસ્તારમાં ત્રણ વર્ષથી વરસાદનો એક છાંટો પડ્યો નથી, સફેદ રણના વિસ્તારમાં ગામના મુખીનું ભારે વર્ચસ્વ. સમયના પારખુ. ફિલ્મના ઉત્તેજનાસભર દ્રશ્યો આવે અને મુખી કહે, “માં નો આદેશ છે, કંઈક કૃપા થશે.”

  ગુજરાતી ફિલ્મ જોવાના પ્રેમીઓ સાથે તમારા સંતાનોને લઇ જજો અને જે અંગ્રેજી ફટાફટ વાંચી શકે છે, ‘હેલ્લારો’ના સંવાદ, ગીતોનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં આખી ફિલ્મમાં આવશે. કારણ નેશનલ એવોર્ડ માટે નોમિનેટ થવાની ટીમને પાક્કી ખાતરી હશે. શિરીષ રામાવતના બ્લોગ પ્રમાણે આ ફિલ્મને ૧૦૦ કરોડ બનાવવાની આપણી જવાબદારી છે.

  ‘હેલ્લારો’ મંત્રમુગ્ધ બનાવશે, ઇન્ટરવલ ક્યારે પડ્યો એની ખબર નહિ પડે, ફિલ્મ પૂરી થઇ એની જાણ થાય દર્શકો સ્ટેડિંગ ઓવેશન આપશે.

  સૌમ્ય જોષી : ગીતકાર

  લવસ્ટોરી વિધાઉટ અ લવર

  અસ્વાર (ઘોડેસવાર) ઉડતો આવે, એ જે સમયમાં આવે તેમાં આ સ્ત્રી એક એકટીવીટીના પ્રેમમાં પડે છે. એ છે ગરબા ગરબા કરતા વધારે એક્ષપ્રેશનની

  ગીત :

  જેના હાથમાં રમે છે, મારા મનની ઘૂઘરીઓ

  જેના ઢોલથી ઝબુકે, મારા પગની વીજળીઓ

  એવો આવ્યો રે આવ્યો અસ્વાર

  હું એની ડમરીની ધૂળ બની જઉં, એ તાલ દે અને હું તાલી દઉં  

  એણે મુગા ભુગામાં, પાડી ધાડ રે

  એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે

  એણે સપના રાદયા, હું બેઠી ખાઉં

  એણે ચાલતી ન્હોતી તોય આંતરી

  મારે છેતરાવું તું એણે છેતરી

  એણે પગલી પાડી હું કેડી થઉં.

  સૌપિલ જોષીને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ

  3 COMMENTS

  1. thank u very much for your realistic review, blog from time to time. We, soonest possible, will b with all connected to film….to feel all moments of d Film… Regards…

  Comments are closed.

  Latest News

  video

  વડોદરા : અંતિમ સંસ્કાર માટે અહેમદ પટેલનો પાર્થિવ દેહ એરપોર્ટ પર આવી પહોંચતા સમર્થકો ઉમટી પડ્યા

  ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું...
  video

  અંકલેશ્વર : અહેમદ પટેલના નિધનના પગલે ગોયાબજાર વેપારીમંડળ પાળશે એક દિવસનો શોક

  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના દુઃખદ નિધનથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગોયાબજાર વેપારી સંગઠનોમાં પણ દુઃખની કાલીમા છવાઈ છે, ત્યારે તેમની અંતિમ વિદાયના પગલે વેપારી મંડળ દ્વારા એક દિવસનો શોક વ્યક્ત કરવામાં આવશે.
  video

  ભરૂચ : દેવોની નિંદ્રા ત્યજવાના પર્વ તુલસી વિવાહની કરવામાં આવી ઉજવણી

  કોરોના વાયરસના કારણે તહેવારોની ઉજવણીના રંગમાં ભંગ પડી રહયો છે પણ લોકોની આસ્થા અને શ્રધ્ધા બરકરાર રહી છે. બુધવારના રોજ ભરૂચ સહિત...
  video

  રાજકોટ : બિલ્ડીંગના 12માં માળેથી યુવકે લગાવી મોતની છલાંગ, ઘટના થઈ CCTVમાં કેદ

  રાજકોટમાં ફરી એક વખત આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક પાસે ધ સ્પાયર નામની...
  video

  અમદાવાદ : શહેરના બગીચાઓ હવે માત્ર ચાર કલાક માટે ખુલ્લા રહેશે, કોર્પોરેશને ફરીથી બદલ્યો નિયમ

  અમદાવાદમાં જે પ્રમાણે કોરોના સક્ર્મણ વધી રહ્યું છે તેને લઈને કોર્પોરેશન રોજ નવા નિયમો લાવે છે જેમાં અનલોક માં જે ગાર્ડન ખોલવામાં...

  More Articles Like This

  - Advertisement -