/connect-gujarat/media/member_avatars/2025/08/15/2025-08-15t103839720z-download-2025-08-15-16-08-42.png )
મનપા બન્યાના 6 માસ થયા બાદ 12થી વધુ ગામનો સમાવેશ
મનપા દ્વારા 900થી વધુ કર્મચારીને નોટિસ ફટકારવામાં આવી
કોન્ટ્રાક્ટ-રોજમદાર કર્મચારીનો 5 દિવસનો પગાર કાપી લેવાયો
મનપા દ્વારા લેવાયેલા નિર્ણય સામે પાલિકા કર્મીઓનો વિરોધ
રોષે ભરાયેલા કર્મચારીઓએ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી




































નવસારી મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ અને રોજમદાર 900થી વધુ કર્મચારીઓને નોટિસ ફટકારી તેમનો 5 દિવસનો પગાર કાપી લેવાના નિર્ણય સામે પાલિકા કર્મીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
નવસારી મહાનગરપાલિકા બન્યાના 6 માસ થયા બાદ આસપાસ આવેલ 12થી વધુ ગામોનો મનપામાં સમાવેશ કરવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા 900થી વધુ કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં કોન્ટ્રાક્ટ અને રોજમદાર પર રાખેલા કર્મચારીઓનો 5 દિવસનો પગાર કાપવામાં આવ્યો છે. જોકે, નવસારી મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણય સામે પાલિકા કર્મીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓનું કહેવું છે કે, અમને મળતા 9 હજાર પગારમાંથી 2 હજાર જેટલા રૂપિયા કાપી લેવામાં આવ્યા છે, ત્યારે મનપાની વિવિધ શાખાના કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવતા કર્મચારીઓ રોષે ભરાયા હતા, અને નવસારી મનપાના ડેપ્યુટી કમિશનરને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. આ દરમ્યાન ડેપ્યુટી કમિશનરએ ઉપરથી આદેશ આપવામાં આવ્યો હોવાનું રટણ કર્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/08/14/gold-2025-08-14-20-44-58.jpg)