New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/25ss1.jpg)
હૈદરાબાદમાં થયેલ બોમ્બ વિસ્ફોટ કેસના પાંચ આરોપીઓને સ્પેશ્યલ NIA કોર્ટ દ્વારા સોમવારના રોજ મૃત્યુદંડ ની સજા ફટકારવામાં આવી હતી.
યાસીન ભટકલ ,અસદુલ્લાહ અખ્તર, તહસીન અખ્તર,રહમાન, એઝાઝ શેખ અને રિયાઝ ભટકલ સામે કેસ દાખલ કરાયો હતો તેમાં રિયાઝ ભટકલ ફરાર છે આ તમામ ને 13 ડિસેમ્બરના રોજ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને પાંચ આરોપીઓને મોતની સજા ફટકારી હતી.
21 ફેબ્રુઆરી 2013 ના રોજ દિલસુખનગર વિસ્તારમાં બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં 21 લોકો માર્યા ગયા હતા અને 131લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો.બચાવ પક્ષના વકીલે જણાવ્યુ હતુ કે NIAકોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવશે.