૪૨ ગામોના સરપંચ ખેડૂતો દ્વારા વીમા કંપની વિરુધ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની સાથે મામલતદાર અને પોલીસને આપ્યું આવેદન

New Update
૪૨ ગામોના સરપંચ ખેડૂતો દ્વારા વીમા કંપની વિરુધ્ધ  ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની સાથે મામલતદાર અને પોલીસને આપ્યું આવેદન

ધ્રોલ તાલુકામાં ગત વર્ષે ચોમાસુ નિષ્ફળ જવાથી ખેડૂતોને ચૂકવવામાં આવેલ પાક વિમાની રકમમાં હળાહળ થયેલા અન્યાયના સંદર્ભે ધ્રોલ તાલુકા સરપંચ સંગઠન દ્વારા તાલુકાના ૪૨ ગામોના સરપંચ ખેડૂતો આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ તાજેતરમાં જ મામલતદારને આવેદનપત્ર આપ્યા પછી પણ ખેડૂતોના પ્રશ્નોનું નિરકરણ નહીં આવતા આજે ફરીથી ૪૨ ગામના સરપંચો ખેડૂતો દ્વારા વીમા કંપની વિરુધ્ધ સૂત્રોચ્ચાર પોકારી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની સાથે મામલતદાર અને પોલીસને આવેદન પત્ર પાઠવી વીમા કંપની સામે ફરિયાદ નોંધાવવા તેમજ કસૂરવારો સામે આકરા પગલાં ભરવાની માંગણી કરી હતી તેમજ જો તાકીદે વીમા કંપની સામે ફરિયાદ નોંધાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલડ કાર્યક્રમો યોજવાની ચીમકી પણ આપી હતી.

publive-image

ગયા વર્ષે ચોમાસુ નબળું જતાં ધ્રોલ પંથકના મુખ્ય ભાગ કપાસ અને મગફળી સહિતના પાકોનું નહિંવત ઉત્પાદન થવા પામ્યું હતું પાક નિષ્ફળ જવાના પગલે સરકાર દ્વારા ચૂકવવામાં આવતી વિમાની રકમમાં પણ અન્યાય કરવાં આવ્યો હતો તેમજ પ્રધાનમંત્રીએ ફસલ વીમા યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને ચૂકવવાની થતી રકમ માં ધ્રોલ પંથકના ખેડૂતોને થયેલા આન્યાયના પગલે આ પંથકના ખેડૂતોમાં ઉગ્ર રોષ અને આક્રોશ પ્રસરી જવા પામ્યો હતો.

publive-image

ધ્રોલ તાલુકાના ૪૨ ગામોના સરપંચો અને ખેડૂતો મોટી સંખ્યામાં ધ્રોલ તાલુકા પંચાયતની કચેરીએ એકત્રિત થયા હતા. ખેડૂતો અને સરપચો એ બેનરો સાથે વિશાળ રેલી યોજી રેલી દરમિયાન સરકાર વિરુધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Latest Stories