Connect Gujarat
ગુજરાત

 અંકલેશ્વરનાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે લીધા મંત્રી તરીકેનાં શપથ 

 અંકલેશ્વરનાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે લીધા મંત્રી તરીકેનાં શપથ 
X

અંકલેશ્વર - હાંસોટ વિધાનસભા ક્ષેત્ર માંથી સતત ચોથી ટર્મ માટે જંગી મતોની સરસાઈ થી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ઈશ્વરસિંહ પટેલે મંત્રી તરીકેનાં શપથ ગ્રહણ કર્યા હતા.

ઈશ્વરસિંહ પટેલ તેઓનાં પિતા પૂર્વ ધારાસભ્ય ઠાકરોભાઈ પટેલ સાથે રાજકીય વાતાવરણમાં મોટા થયા છે. વર્ષ 1989માં ભાજપનાં સક્રિય અને વી.એચ.પીનાં તાલુકાનાં કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી.

કોલેજમાં વર્ષ 1991 - 92માં અંકલેશ્વરની કડકિયા કોલેજમાં જીએસ અને ભરૂચ ઝોનલ જીએસ તરીકે વિદ્યાર્થી સમુદાયની આગેવાની કરી હતી.ઈશ્વરસિંહ પટેલે 1994 થી 1997 દરમિયાન ભાજપનાં જિલ્લા યુવા મંત્રી બન્યા હતા.સને 1996માં એપીએમસી હાંસોટનાં સભ્ય તરીકે ચૂંટાયા હતા.

વર્ષ 1997 થી 2001 ભરૂચ જિલ્લા યુવા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી.જ્યારે વર્ષ 2001 થી 2003 સુધી પ્રદેશ યુવા ભાજપનાં મંત્રી તરીકેની ફરજ બજાવી હતી.

વર્ષ 2002માં અંકલેશ્વર - હાંસોટ વિધાનસભા મત વિસ્તારનાં ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય બન્યા હતા.ત્યાર બાદ વર્ષ 2003 થી 2006 દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં સેનેટ સભ્ય અને ભરૂચ જિલ્લા ભાજપનાં પ્રમુખ તરીકેની ભૂમિકા નિભાવી હતી.

જ્યારે વર્ષ 2007માં બીજી વખત ધારાસભ્ય તરીકે ઈશ્વરસિંહ પટેલ ચૂંટાય આવ્યા હતા.અને તેઓ રાજ્યનાં સંસદીય સચિવ તરીકે તારીખ 02 / 03 / 2009નાં રોજ સહકાર,રમત ગમત ,યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્યમાં ભૂમિકા નિભાવી હતી,અને ત્યારબાદ આજ વિભાગમા તેઓએ તારીખ 02 / 02 / 2011નાં રોજ રાજ્યકક્ષાનાં મંત્રી બન્યા હતા.આ ઉપરાંત વર્ષ 2012માં ઈશ્વરસિંહ પટેલ સતત ત્રીજી વખત માટે ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા હતા.અને રાજ્ય સરકારમાં તેઓ સહકાર મંત્રી બન્યા હતા.જ્યારે પુનઃ એકવાર તેઓ રાજ્યકક્ષાનાં મંત્રી બનતા તેઓનાં સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

વધુમાં ઈશ્વરસિંહ પટેલ હાંસોટ તાલુકાની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.પંડવાઇનાં ચેરમેન તરીકે 1998 થી કાર્યભાર સંભાળી રહ્યા છે.જ્યારે હાંસોટની શ્રી પાંડુકેશ્વર વિદ્યામંદિર ,નીલકંઠેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ ,હજાતની શાળાનાં ટ્રસ્ટી છે.

ઈશ્વરસિંહ પટેલ રાજકીયક્ષેત્રે તેઓનાં વિધાનસભા મતક્ષેત્ર પુરતુ જ નહિં પરંતુ રાજ્ય અને કેન્દ્રીય રાજકારણમાં પણ પોતાની સારી છબી ધરાવે છે.

Next Story