Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલનો 10મો વાર્ષિક સમારંભ યોજાયો

અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલનો 10મો વાર્ષિક સમારંભ યોજાયો
X

અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલનો 10મો વાર્ષિકોત્સવ તારીખ 22મીને શુક્રવારની સાંજે યોજાયો હતો.

ખરોડ પબ્લિક સ્કૂલ

અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામ સ્થિત ખરોડ પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલા 10માં વાર્ષિક સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા ઉદ્યોગ અગ્રણી કમલેશ ઉદાણી ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સ્કૂલનાં ટ્રસ્ટી આરીફ વજીબદાર ,ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં પ્રવક્તા નાઝુ ફડવાલા ,શાળાનાં આચાર્ય,ટ્રસ્ટીઓ, શાળાનાં શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વાલીઓ સાથે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા.અને વાર્ષિકોત્સવમાં સ્કૂલનાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Next Story