Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં સજ્જન લાયન્સ ઇન્ટરનેશનલ સ્કુલનું કરાયું ઉદ્દઘાટન

અંકલેશ્વરમાં સજ્જન લાયન્સ ઇન્ટરનેશનલ સ્કુલનું કરાયું ઉદ્દઘાટન
X

સજ્જન ઇન્ડિયા લિમિટેડે 1 કરોડ રૂપિયાનું માતબર દાન કરી સંકુલ માટે સિંહફાળો આપ્યો.

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે 10 કરોડ રૂપિયાના ખર્ચે માત્ર 18 મહિનામાં જ સજ્જન લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન 24મી એપ્રિલના રોજ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે કરાવવામાં આવ્યું હતું.

લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા કોમ્યુનિટી ટ્રસ્ટ દ્વારા સજ્જન ઇન્ડિયા લિમિટેડના સહયોગથી સજજન લાયન્સ ઇન્ટરનેશનલ એકડેમીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્કુલ માટે સજ્જન ઇન્ડિયાએ 1 કરોડની માતબર રકમનું દાન કર્યું છે. 10 કરોડના ખર્ચે માત્ર 18 માસમાં જ સ્કુલના વિશાળ સંકુલનું નિર્માણકાર્ય પુર્ણ કરવામાં આવ્યું હતું.

1

સ્કુલનું ઉદ્દઘાટન રાજ્યના શિક્ષણમંત્ર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે 24મી એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડે, ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્રેશ દેવાણી, સજ્જન ઇન્ડિયા લિમિટેડના એમ.ડી. પ્રિયંકા અગ્રવાલ, લાયન્સ ક્લબના ચેરમેન અતુલ બુચ, લાયન્સ ક્લબના પ્રમુખ પિયુષ બુધ્ધદેવ સહિતના મહાનુભાવો, ઉદ્યોગ અગ્રણીઓ, લાયન્સ ક્લબના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

3

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે એક સમયે શાળાઓમાંથી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા હતો જે ઘટીને 7 ટકા થયો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની પસંદગીમાં પણ જડમૂળથી ફેરફાર કરીને કોઇ લાગવગ નહી પરંતુ મેરીટના આધારે શિક્ષકોની ભરતી કરાઇ રહી છે. જેના પરિણામે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે.

આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્રેશ દેવાણીએ શાળા અને વિદ્યાર્થીઓ વચ્ચે પરિવાર જેવો સમન્વય સધાયો હોવાથી વિદ્યાર્થીઓને સારૂ અને ઉચ્ચ શિક્ષણ મળી રહ્યું હોવાનું જણાવી સજ્જન ઇન્ડિયાના એમ.ડી. પ્રિયંકા અગ્રવાલને ગુજરાતી મહિલાઓ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું.

4

જ્યારે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ખેલ મહાકુંભથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર થઇ છે તેમજ ગુણવત્તાસભર શિક્ષણ થકી દેશની પ્રગતિ પણ ઝડપથી થઇ રહી છે.

ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડેએ ઉદ્યોગોના સહયોગથી નિર્માણ પામેલા સંકુલ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

સજ્જન ઇન્ડિયા લી.ના એમ.ડી.પ્રિયંકા અગ્રવાલે જણાવ્યું હતું કે કુંટુંબ, રાજ્ય કે દેશના ભવિષ્ય માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. તેમજ શિક્ષણ વિશ્વમાં સૌથી શક્તિશાળી શસ્ત્ર છે.

Next Story