Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં સોની પરિવારને લૂંટવાનો પ્રયાસ, પીસ્તોલ સાથે ધસી આવેલા 4 શખ્સોએ કર્યો હુમલો

અંકલેશ્વરમાં સોની પરિવારને લૂંટવાનો પ્રયાસ, પીસ્તોલ સાથે ધસી આવેલા 4 શખ્સોએ કર્યો હુમલો
X

લૂંટારૂઓનો પ્રતિકાર કરવા જતાં સોનીને જમણા હાથનાં ભાગે ધારદાર હથિયાર વાગતાં ઈજા પહોંચી

અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં રહેતા સોની પરિવારને લૂંટારૂઓએ રાત્રિના સમયે લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સ બંધ કરીને મોપેડ લઈને ઘરે જઈ રહેલા સોની પરિવાર ઉપર અજાણ્યા 4 શખ્સોએ અંધારાનો લાઈ લઈ હુમલો કર્યો હતો. સોનીની પત્નીની આંખમાં મરચાન ભૂકી નાંખી તેમને નીચે પછી દેતાં પતિ-પત્ની ગભરાઈ ગયા હતા. જોકે બન્નેએ હિંમત દાખવી લૂંટારૂનો પ્રતિકાર કરતાં આખરે લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સંદર્ભે સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર શહેરમાં શુક્રવરે બપોરે આઈડીબીઆઈ પાસેથી એક કંપનીનાં કર્મચારીઓનાં પગારનાં ભરણા માટે આવેલા વ્યક્તિ પાસેથી ભરબપોરે રૂપિયા 1.50 લાખની ચીલઝડપ કરી બે શખ્સો ફરાર થઈ ગયા હતા. જેના પગલે ચકચાર મચી હતી. હજી આ ઘટનાને ઉકેલનવામાં પોલીસ મથી રહી હતી ત્યાં જ મોડી રાત્રે એક સોની પરિવારને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. શહેરની હસ્તી તળાવ વિસ્તારમાં આવેલી ગજાનંદ સોસાયટીમાં રહેતા અને શ્રી એસએસ જ્વેલર્સ નામની સોનીની દુકાન ધરાવતા સુશીલ સોની ગત રાત્રિએ જ્વેલર્સ બંધ કરી પત્ની સાથે ઘરે જઈ રહ્યા હતા. તેવામાં સોસાયટી નજીક અંધારાનો લાભ લઈ ધસી આવેલાં ચાર શખ્સોએ સુશીલ સોનીની પત્નીના આંખમાં મરચાની ભૂકી નાંખી તેમે નીચે પછાડી દીધા હતા.

બાદમાં તેમની સાથે ઝપાઝપી કરી સુશીલ સોની પાસે રહેલો થેલો ઝૂંટવી લઈ તેમનું જ મોપેડ લઈને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેવામાં સુનિલે લૂંટારૂનો પ્રતિકાર કરવા જતાં તેમને પિસ્તોલ બતાવી ધારધાર હથિયાર વડે લૂંટારૂઓએ હુમલો કરતાં જમણા હાથનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે તેમણે બુમાબુમ કરી મૂકતાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જોકે આખરે લૂંટારૂઓ તેમનાં જ બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. એક જ દિવસમાં બે બે લૂંટની ઘટના સામે આવતાં આ લૂંટારૂઓ જાણે પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. હાલમાં તો અંકલેશ્વર સીટી પોલીસે ઘટના સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story