Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

અંકલેશ્વર : અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ
X

અંકલેશ્વર શહેરના ઉમરવાડા માર્ગ સ્થિત અંકલેશ્વર પબ્લિક સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પર્યાવરણમાં ગ્લોબલ વોર્મિંગની અસરથી પૃથ્વી ઉપર વધતા જતા તાપમાન સામે સાંપ્રત અને આવનારી પેઢીમાં પર્યાવરણની જાણવણી માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય એટલે વૃક્ષારોપણ દ્વારા ધરતીને હરિયાળી રાખવાનો છે. આજની પેઢીમાં વૃક્ષોનું મહત્વ અને તેની ઉપયોગીતા સમજાવવા માટે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવાનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શાળાના આચાર્ય શ્રદ્ધા પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અત્યારથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃત બની વધુમાં વધુ વૃક્ષો વાવે અને તેનું જતન કરી ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરો સામે પોતાનું તેમજ અન્ય સજીવોનું જીવન સુરક્ષિત રહે તેની કાળજી રાખવા માટે માર્ગદર્શન સહિત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રદ્ધા પટેલ, ઐશ્વર્યા પિલ્લાઈ, સરતાજ શૈખ, સૂર્યલક્ષ્મી પિલ્લાઈ તથા શાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Next Story