Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ઓએનજીસી કોલોની હોલ ખાતે ભરૂચ જિલ્લા મહેસુલ વિભાગની ચિંતન શિબિર યોજાય

અંકલેશ્વર ઓએનજીસી કોલોની હોલ ખાતે ભરૂચ જિલ્લા મહેસુલ વિભાગની ચિંતન શિબિર યોજાય
X

અંકલેશ્વર ઓએનજીસી કોલોની હોલ ખાતે ભરૂચ જિલ્લા મહેસુલ વિભાગની ચિંતન શિબિર યોજાય હતો જિલ્લા કલેક્ટર સંદીપ સંગાલેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો : ભરૂચ જિલ્લા તમામ મામલતદાર, એસ.ડી.એમ. કચેરી તેમજ મહેસુલ વિભાગની તમામ કચેરી કર્મચારીઓએ ભાગ લીધો હતો જેમને તજજ્ઞ દ્વારા વિવિધ સેશનમાં જરૂરી માર્ગદર્શન અને મોટિવેશન આપ્યું હતું.

[gallery td_select_gallery_slide="slide" ids="44489,44488,44487,44486,44485,44484,44483"]

અંકલેશ્વર ઓએનજીસી કોલોની ઓડિટોરિયમ ખાતે ભરૂચ જિલ્લા મહેસુલ વિભાગની ચિંતન શિબિર યોજવામાં આવી હતી જિલ્લા કલેક્ટર સંદીપ સંગાલે દ્વારા દીપ પ્રાગટ્ય કરી શિબિરને ખુલ્લી મૂકી હતી. શિબિર માં ભરૂચ જિલ્લાના તમામ મામલતદાર, તમામ એસ.ડી.એમ. તેમજ તમામ કચેરીના કર્મચારી અને અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લા નિવાસી કલેક્ટરની ઉપસ્થિતિમાં સરકારના અધિક કલેક્ટર એમ.આઈ.સૈયદ, તેમજ પ્રકાશ મોદી દ્વારા મહેસુલી વિભાગની કામગીરી જનતા માટે કઈ રીતે સરળ બને તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી પારદર્શક વહીવટની રૂપરેખા આપી હતી. તો વડોદરાના ઇનોવેશન કાઉન્સિલના વિકાસ ચાવડા દ્વારા ઉપસ્થિતિ તમામ લોકો મોટિવેશન મળી રહે તે હેતુ શિબિરમાં પ્રોત્સાહક પ્રવચન આપ્યું હતું. તો જિલ્લા કલેક્ટર દ્વારા વહીવટ પારદર્શકતા અને સંકલન કરી પ્રજા માટે કેવી રીતે કામગીરી કરી શકાય તેમજ તેમના પ્રશ્નોનું સુખદ નિરાકરણ કરી વહીવટી પારદર્શકતા માટે માર્ગદર્શન અને જરૂરી અપીલ કરી કર્મચારીઓને મોટિવેશન પણ પૂરું પાડ્યું હતું.

Next Story