Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર કોસમડી ગામની સીમમાં દીપડાના મુખમાંથી બકરી છોડાવતો પશુપાલક

અંકલેશ્વર કોસમડી ગામની સીમમાં દીપડાના મુખમાંથી બકરી છોડાવતો પશુપાલક
X

ભાદી, બાકરોલ ગામમાં નરભક્ષી દીપડાના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ

અંકલેશ્વરના કોસમડી,કાપોદ્રા ગામની સીમમાં બકરીના ટોળા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો, અને એક બકરીનો શિકાર કરવા જતા પશુપાલકે ખુંખાર દીપડાના મુખમાંથી બકરીને છોડાવી હતી.

unnamed-13

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામના મંદિર ફળિયામાં રહેતા વેચાણભાઇ ભૂખણભાઈ વસાવા જેઓ પશુપાલનનું કામ કરે છે. તા. 12 મી ના રોજ તેઓ બકરા ચરાવવા કોસમડી-કાપોદ્રાન ગામ ની સીમમાં ગયા હતા,ત્યારે ખેતરમાંથી અચાનક દીપડાએ બકરીઓના ટોળા ઉપર હુમલો કર્યો હતો. અને એક બકરીનો શિકાર કરવા માટે દીપડાએ તરાપ મારીને બકરીને ગળાના ભાગેથી પકડી લીધી હતી,જોકે વેચાણ વસાવાએ પોતાની પાસેની લાકડીથી દીપડાનો પ્રતિકાર કરીને બકરીને તેના મુખમાંથી છોડાવી હતી.

અગાઉ ભાદી ગામે પણ વનખાતાએ દીપડાને ઝડપી લેવા માટે પાંજરુ મૂક્યુ હતુ,આ ગામોની સીમમાં બે બાળ સહિત ચાર દીપડા ખેતરોમાં હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યુ છે.અને વનખાતા દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે.

unnamed-14

અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા, ઝઘડિયાના અંતરિયાળ ગામોમાંથી અવાર નવાર દીપડા પાંજરે પુરાઈ રહ્યા છે,ત્યારે હવે અંકલેશ્વર તાલુકાના ગામોમાં પણ દીપડાએ દેખા દેતા હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે.

Next Story