Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર લઘુ ઉદ્યોગ ભારતી અને જીપીસીબી સંયુક્ત ઓપન હાઉસ યોજાય

અંકલેશ્વર લઘુ ઉદ્યોગ ભારતી અને જીપીસીબી સંયુક્ત ઓપન હાઉસ યોજાય
X

ભરૂચ જિલ્લા લઘુ ઉદ્યોગ ભરતી તેમજ જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ડાયમંડ થિયેટર ખાતે ઓપન હાઉસ યોજવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા તમામ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે યોજવામાં આવેલ ઓપન હાઉસમાં જીપીસીબી કચેરી લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજવામાં આવેલ ઓપન હાઉસમાં જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો એડમિસ્ટ્રેટ લગતા વિવિધ પ્રશ્નો લઇ યોજવામાં આવેલ ઓપન હાઉસ ચર્ચામાં લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બલદેવ પ્રજપતિ જિલ્લા એકમના પ્રમુખ ઈશ્વર સજ્જન, અંકલેશ્વર જીપીસીબી આર.ઓ આર.બી ત્રિવેદી, ભરૂચ જીપીસીબી આર.ઓ. આર.આર.વ્યાસ, એ.આઈ.એ પ્રમુખ મહેશ પટેલ, પી.આઈ.પ્રમુખ બી.એસ.પટેલ, દહેજ ઉદ્યોગ મંડળ પ્રમુખ દિનેશ પટેલ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્યોગ ક્ષેત્રે પર્યાવરણ સંદર્ભે નવા કાયદા અને તેના અમલીકરણ ઉપરાંત જીપીસીબી લગતી વિવિધ સમસ્યાઓ રજુ કરવામાં આવી હતી. જીપીસીબી દ્વારા અંકલેશ્વર વર્તમાન સ્થિતિ ઉદ્યોગો નવી કન્સેન્ટ માટે નડી રહેલ નોમ્સને લઇ સમસ્યા સર્જાય રહી છે તે નોમ્સ પાલન થાય અને નિયત માત્ર પ્રમાણે પાણી અને હવા કંટ્રોલ કરાય તો નવી કન્સેન્ટ મળી શકે છે. તેમજ તે માટે ઉદ્યોગો અને તંત્ર સાથે મળી જળ પ્રદુષણ જેવી સમસ્યા માંથી ઉકેલ લાવવા માટે અપીલ કરી હતી.

Next Story