Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર શહેર પોલીસે બે સ્થળોએ બુટલેગરો પર રેડ કરતા ફફડાટ

અંકલેશ્વર શહેર પોલીસે બે સ્થળોએ બુટલેગરો પર રેડ કરતા ફફડાટ
X

-- હાંસોટ રોડને અડીને આવેલ ખેતરનાં માર્ગ પર થી પોલીસે 10 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડયો

-- જયારે અન્ય એક રેડમાં મહિલા બુટલેગર ઝડપાઇ, એક ફરાર

અંકલેશ્વર શહેર પોલીસે કડકીયા કોલેજ પાછળનાં ખેતરોમાં જવાના માર્ગ પર થી 10 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો, જોકે બે બુટલેગરો પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર શહેર પોલીસનાં પીઆઇ જે.જી.અમીન ને અંકલેશ્વર તાલુકાનાં હરીપુરા ગામનો કનુ વસાવા અને જુના હરીપુરા ગામનો મનીષ વસાવા કડકીયા કોલેજ પાછળ ખેતરોમાં જવાના રોડ પર વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યા હોવાની બાતમી મળી હતી,જે બાતમીનાં આધારે પોલીસે રેડ કરતા વિદેશી દારૂનો વિવિધ બ્રાન્ડનો મોટો જથ્થો મળી આવ્યો હતો.જોકે બુટલેગર કનુ વસાવા અને મનીષ વસાવા ફરાર થઇ ગયા હતા. શહેર પોલીસે સ્થળ પર થી 10.39 લાખ ની કિંમતનાં વિદેશી દારૂની 9,492 નંગ બોટલ કબ્જે કરી ફરાર બુટલેગર કનુ વસાવા અને મનીષ વસાવા વિરુધ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

જ્યારે અન્ય એક રેડમાં અંકલેશ્વર શહેર પોલીસે શહેર વિસ્તારનાં ગાયત્રી મંદિર પાસે થી નર્મદાબેન વસાવાની 288 નંગ બોટલો કિંમત રૂપિયા 47000નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી, જોકે નેવિલ ગાંધી નામનો બુટલેગર ફરાર થઇ ગયો હતો.

Next Story