Connect Gujarat
Featured

અમદાવાદ : કોરોનામાંથી સાજા થયેલા દર્દીના લોહીમાંથી લેવાય છે પ્લાઝમા, જુઓ શું છે પધ્ધતિ

અમદાવાદ : કોરોનામાંથી સાજા થયેલા દર્દીના લોહીમાંથી લેવાય છે પ્લાઝમા, જુઓ શું છે પધ્ધતિ
X

અમદાવાદની રહેવાસી સ્મૃતિ ઠકકર રાજયની

પ્રથમ પ્લાઝમા ડોનર બની છે. કોરોના વાયરસમાંથી સાજી થયા બાદ તેના લોહીના પ્લાઝમાનો

ઉપયોગ અન્ય દર્દીઓને સાજા કરવા માટે કરવામાં આવશે.

પેરિસથી પરત ફરેલી અમદાવાદની સ્મૃતિ

ઠક્કર ખરા અર્થમાં કોરોના વોરિયર બની છે. જે દર્દીઓ કોરોનાને મહાત આપી સકુશળ બહાર

આવ્યા હોય એવા દર્દીઓના શરીરમાં કોરોના સામે લડવા રોગપ્રતિકારક શક્તિ વધી હોય છે

એવા દર્દીઓના લોહીમાંથી પ્લાઝમા છૂટું પાડી તેને કોરોનાગ્રાસ્ત દર્દીને ચઢાવી

દર્દીને સાજા કરવા અંગે રાજ્ય સરકારે તબીબોની મદદથી એક પ્રયોગ હાથ ધર્યો છે.જે

દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા હોય એવા દર્દીના શરીરમાં એન્ટિકોરોના સેલ વિકસિત

થયા હોય છે. તો આવા દર્દીના લોહીમાંથી પ્લાઝમા લઈ અન્ય દર્દીને ચઢાવવામાં આવે તો તે દર્દીની કોરોના સામે લડવા રોગપ્રતિકારક

શક્તિ વધી શકે છે.

Next Story