Connect Gujarat
દુનિયા

અમેરિકા : ન્યૂ ઓર્લિન્સ શહેરમાં થયો ગોળીબાર, 11 લોકો ઘાયલ

અમેરિકા : ન્યૂ ઓર્લિન્સ શહેરમાં થયો ગોળીબાર, 11 લોકો ઘાયલ
X

અમેરિકાના ન્યૂ ઓર્લિન્સ શહેરમાં ગોળીબાર થતાં 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ન્યૂ ઓર્લિન્સ શહેરના ફ્રેન્ચ ક્વાર્ટર નજીક આવે કેનાલ સ્ટ્રીટના કોમર્શિયલ બ્લોકમાં ગોળીબાર થયો હતો. જેમાં 11 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી, જે પૈકી 2 લોકોની હાલત અત્યંત ગંભીર જણાઈ આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં પોલીસે શકના આધારે એક શખ્સની ધરપકડ પણ કરી છે.

શહેરના પોલીસ અધિકારી શોન ફર્ગ્યુસને જણાવ્યું હતું કે, ગોળીબારના બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી

સુરક્ષાકર્મીઓને ઘટના સ્થળે દોડાવ્યા હતા. કમનસીબે

ત્યાં એટલા લોકો હતા કે, ગોળી ક્યાંથી ચલાવાઇ રહી છે, અને કોણ ચલાવી રહ્યું છે, તે જાની શકયું નથી.

Next Story