Connect Gujarat
ગુજરાત

અહો આશ્ચર્યમ! પાનોલીની બંધ કંપનીમાંથી માલિક-મેનેજરે જ કરી 66 લાખની ચોરી 

અહો આશ્ચર્યમ! પાનોલીની બંધ કંપનીમાંથી માલિક-મેનેજરે જ કરી 66 લાખની ચોરી 
X

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે કંપનીના મલિક તેમજ મેનેજર અને 3 જેટલી ફર્મ સામે ગુનો નોંધાયો

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી અને બંધ હાલતમાં પડેલી મરકેમ લિમિટેડ કંપનીમાંથી રૂપિયા 66 લાખ ઉપરાંતની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કંપની ફડચામાં જતાં તેનું સંચાલક આઈ.આર.પી કરી રહી હતી. દરમિયાન કંપની માલિક અને મેનજરે મળીને કંપનીમાં રહેલા મટીરીયલ અન્ય કંપનીને તેમજ ભંગારના વેપારીઓને વેચી માર્યો હોવાનો પણ ઘટસ્પોટ થયો હતો. જે સંદર્ભે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાનોલી જીઆઇડીસીમાં આવેલી મરકેમ લિમિટેડ કંપની છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં છે. અલગ અલગ બેન્કમાંથી લીધેલી લોન ભરપાઈના કરતા કંપની હાલ બેંકો તરફ થી બેંગ્લુરુની ઈંસોલ્વન્સી રીજોલ્યુસન્સ પ્રોફેશનલ હસ્તક છે. જે 15 મી જાન્યુઆરીથી ચાર્જ સાંભળ્યો હતો જેની જાણ અંકલેશ્વરના કંપની માલિક અને ડાયરેક્ટર પી.ઈ.થોમસને કરવામાં આવી હતી.

કંપની માલિક દ્વારા મેનેજર સુરેશ નાયર એચ.આર.વિભાગ સાથે મળી કંપનીમાં રહેલ કેમિકલ, તેમજ અન્ય માલસામાન અને સ્પેરપાર્ટ કાઢી લઇ ગેલેક્ષી કંપની, ગાયત્રી ઇલેક્ટ્રિકલ, રોયલ એન્ટર પ્રાઈઝના માલિક ધર્મેશ ભંગારવાળાઓને આપી દેતા તેની કિંમત અંદાજિત રૂપિયા 66.55 લાખ આંકવામાં આવી છે. બનાવ સંદર્ભે આઈ.આર.પીના ચાર્ટડ એકાઉન્ટન્ટ રવિન્દ્ર રામચંદ્ર બેલેયુર દ્વારા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story