Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1078 નવા કેસ નોધાયા,25 દર્દીઓના મોત

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1078 નવા કેસ નોધાયા,25 દર્દીઓના મોત
X

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1078 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને 25 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1311 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 71064 પર પહોંચ્યો છે. અને કુલ મુત્યુઆંક 2654 થયો છે.

રાજ્યમાં આજે 1078 નોધાયેલ કેસ પૈકી અમદાવાદમાં-153, સુરતમાં-222,વડોદરામાં-110, ગાંધીનગરમાં-27, ભાવનગર-35,બનાસકાંઠા-9, આણંદ-5,રાજકોટ-95,અરવલ્લી-2,મહેસાણા-11, પંચમહાલ-47,બોટાદ-10,મહીસાગર-9,ખેડા-11,પાટણ-11,જામનગર-63,ભરુચ-28,સાબરકાંઠા-10,ગીર સોમનાથ-32,દાહોદ-18,છોટા ઉદેપુર-1,કચ્છ-25,નર્મદા-10,દેવભૂમિ દ્વારકા-5,વલસાડ-21, નવસારી-3,જુનાગઢ-27,પોરબંદર-7,સુરેન્દ્રનગર-18,મોરબી-9,તાપી-7,ડાંગ-2,અમરેલી-35 કેસ નોધાયા છે.

રાજ્યમાં આજે કોરોનાથી 25 દર્દીઓના મોત થયા છે. રાજકોટ-5, સુરતમાં-9,અમદાવાદ-3, કચ્છ-2,વડોદરા-3, જુનાગઢ 1,મહેસાણા-1,વડોદરા-1, અન્ય રાજય 1 મોત થયું છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 73 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,199 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 54,138 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

Next Story