Connect Gujarat
ગુજરાત

જંબુસર હાઇવે ઉપર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

જંબુસર હાઇવે ઉપર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
X

જંબુસર નજીક હાઇવે ઉપર આવેલી ગાર્ડન હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જક વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

મંગણાંદ ગામના રાજેશ નગીન રાઠોડ પોતાની બાઇક લઇને ઘરે પરત જઈ રહ્યા હતા. તેવામાં હોટલ ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેવામાં કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં માર્ગ ઉપર પટકાયા હતા. જેથી તેને ગંભીર ઇજા થઇ હતી. બાદમાં ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો.

બનાવ સંદર્ભે જંબુસર પોલીસે અજાણયા વાહન સામે ગુનોહ નોંધી તપાસ હાથ ધરી છે

Next Story