Connect Gujarat
દેશ

જાણો શું છે હોલિકા દહનનું મુહર્ત 

જાણો શું છે હોલિકા દહનનું મુહર્ત 
X

અમદાવાદ સહિત રાજ્યભરમાં ૧ માર્ચ-ગુરુવારે હોળીનું પર્વ આસ્થાપૂર્વક ઉજવાશે. આ વખતે હોળીના પર્વ વખતે પૂનમ નહીં પણ ચૌદસ છે અને આ દિવસે જ પૂનમનો ક્ષય થતો હોવાથી વ્રતની પૂનમ ગુરુવારે કરી શકાશે. ગુરુવારે સાંજે ૭:૩૯ થી રાત્રે ૯:૧૧ સુધીનો સમય જ હોલિકા દહન માટે શ્રેષ્ઠ છે. હોળીના દિવસે પૂનમનો ક્ષય આવતો હોય તેવું ઘણા વર્ષ બાદ બનશે.

૨૮ ફેબ્રુઆરી-બુઘવારના આરોજ તેરસ છે. આ પછી ગુરુવારે સવારે ૮:૪૯થી શુક્રવારે ૬:૨૩ સુધી ચૌદસ જ છે. શુક્રવારે વદ એકમ ગણવામાં આવી છે. શાસ્ત્રોમાં ભદ્રાના સમયે હોળી પ્રગટાવવી શુભ ગણવામાં આવતી નથી. જેના કારણે ભદ્રકાળ સમાપ્ત થયા બાદ હોળી પ્રગટાવવી જોઇએ.

Next Story