Connect Gujarat
ગુજરાત

ટીમ ઇન્ડિયાના સુપર ફેન ચારુલતા પટેલ હવે આપણી સમક્ષ નથી રહ્યાં

ટીમ ઇન્ડિયાના સુપર ફેન ચારુલતા પટેલ હવે આપણી સમક્ષ નથી રહ્યાં
X

છેલ્લા

વર્ષના વર્લ્ડ કપમાં મેન ઇન બ્લુની ક્રિકેટ જોયા પછી દેશભરમાં

રાતોરાત ફેમશ થયેલા 87 વર્ષની

વયની મહિલા ટીમ ઈન્ડિયાના

સુપર

ફેન હવે આપણી સમક્ષ રહ્યાં નથી. ગતરોજ

બુધવારે

તેમનું

નિધન થયું હતું. ગુજરાતનાં ચારૂલતા પટેલે

બાંગ્લાદેશ સામે રમાતી ટીમ ઈન્ડિયાની મેચ જોવા સ્ટેડિયમ ગયા બાદ લગભગ દરેક ભારતીયનું દિલ જીતી લીધું

હતું.

તે સમયે ચારૂલતા પટેલ એટલા ઉત્સાહી હતા કે મેચ નિહાળતા સમયે તેમનો અનેરો ઉત્સાહ જોઈ કેમેરા મેનની નજર તેમના ઉપર સ્થિર થઈ ગઈ હતી. બાંગલાદેશ સામેની મેચ સમાપ્ત થયા પછી, રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને તેમના આશીર્વાદ મેળવવા માટે તેમની પાસે પહોંચી ગયા હતા.

કમનસીબે, ચારૂલતા પટેલ હવે કોઈ પણ ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળશે નહીં, તેમ છતાં તેમનો વારસો ક્રિકેટરો અને લાખોનું દિલ જીતનાર ચાહકોને પ્રેરણા આપતો રહેશે. ચારૂલતા પટેલે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં તેમના અવસાનના સમાચારની પુષ્ટિ કરી હતી.

https://www.instagram.com/p/B7TTtSyJm6X/?utm_source=ig_embed

Next Story