Connect Gujarat
સમાચાર

તાઉ-તે ચક્રવાત બાદ મુંબઇમાં ડૂબ્યું 'બાર્જ પી 305' જહાજ; 170 લોકો ગુમ થયા, 146ને બચાવી લેવાયા

તાઉ-તે ચક્રવાત બાદ મુંબઇમાં ડૂબ્યું બાર્જ પી 305 જહાજ; 170 લોકો ગુમ થયા, 146ને બચાવી લેવાયા
X

સોમવારે જ્યારે તાઉ-તે તોફાન મુંબઇમાંથી પસાર તાહિ રહ્યું હતું, ત્યારે મુંબઇ હાઇમાં એક જહાજ 'બાર્જ પી 305' ફસાઈ ગયું હતું. આ વહાણમાં કુલ 273 લોકો સવાર હતા. હવે આ જહાજ ડૂબી જવાના સમાચાર સામે આવ્યા છે. મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરીને 146 લોકોનો બચાવ થયો છે. જોકે, વહાણમાં સવાર બાકીના 171 લોકો વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી.

આ સિવાય એક અન્ય જહાજ પણ સમુદ્રમાં ફસાયું છે. તેને બચાવવા માટે INS કોલકાતાને મોકલવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, તેમાં 137 લોકો હતા, તેમાંથી માત્ર 38 લોકોને જ રેસ્ક્યૂ કરાઈ શકાયા છે.

મધવાલે જણાવ્યું કે મુંબઈ હાઈ વિસ્તારમાં સ્થિતિ હીરા તેલ ક્ષેત્રમાં બોટ પી-305ની મદદ માટે INS કોચીને મોકલવામાં આવ્યુ હતુ, તેમાં 273 લોકો છે. તેમણે જણાવ્યું કે INS તલવારને પણ રાહત અભિયાન માટે તહેનાત કરવામાં આવી હતી.

Next Story