Connect Gujarat
ગુજરાત

દક્ષિણ એશિયાના વિશાળ ઔદ્યોગિક એકમ દહેજના ઓપેલનો પીએમ મોદીના હસ્તે કરાશે પ્રારંભ

દક્ષિણ એશિયાના વિશાળ ઔદ્યોગિક એકમ દહેજના ઓપેલનો પીએમ મોદીના હસ્તે કરાશે પ્રારંભ
X

ભરૂચ જિલ્લાના દહેજ સેઝમાં અંદાજિત 508 એકર જમીનમાં પથરાયેલા ONGC પેટ્રો એડિશન લી.(OPAL) નું તારીખ 7મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવશે,જેની તૈયારીના ભાગરૂપે કેન્દ્રીય મંત્રીઓ સહિત રાજ્યના અનેક મંત્રીઓ અને ઉચ્ય અધિકારીઓ એ કંપની પર ધામા નાખ્યા છે.

ONGC,GSPC,GAILના સહયોગથી દહેજના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં અંદાજિત 508 એકરમાં પથરાયેલી અને અંદાજિત 27000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા OPALનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તારીખ 7મી માર્ચ 2017ના રોજ કરવામાં આવશે.

પીએમ મોદીની મુલાકાતના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે,જેના ભાગરૂપે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાંસદ મનસુખ વસાવા,ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર,ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા.જિલ્લા કલેકટર સંદિપ સાંગલે,ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદિપ સિંહ સહિત કંપનીના અધિકરીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને લગતી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.

દક્ષિણ એશિયાના પ્રથમ અને વિશ્વના બીજા નંબરની શ્રેણીમાં આવતા OPAL દ્વારા પ્લાસ્ટિક,પોલિમર્સ PVC પાઇપ,મેડિકલ પ્લાસ્ટિક સહિતની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવશે.ઉદ્યોગના પ્રારંભ થકી 20000 રોજગારીની તકો ઉપલબ્ધ થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Next Story