Connect Gujarat
ગુજરાત

દહેજ બિરલા કોપર માર્ગ નું કામ શરૂ કરતા લોકોમાં ખુશી 

દહેજ બિરલા કોપર માર્ગ નું કામ શરૂ કરતા લોકોમાં ખુશી 
X

દહેજ-બિરલા કોપર બિસ્માર માર્ગ નું વર્ષોથી પેચ વર્ક કે નવો માર્ગ બનાવવા તંત્ર આંખ આડા કાન કરતુ હતુ. જે સામે દહેજ ના સ્થાનિક આગેવાનો એ GIDC ઓફીસ ને તાળાબંધી ની ચીમકી આપતા તંત્ર હરકત માં આવ્યુ હતુ.માર્ગ ને સમતલ કરવાનુ કામ હાથ ધરાતા ચાર ગામ સહિત વાહન ચાલકો માં ખુશી ની લાગણી ફેલાઈ જવા પામી છે.માર્ગ નું કામ ચાલુ થતા તાળાબંધી કાર્યક્રમ મોકૂફ રખાયો છે.

d1

GIDC ની સીધી દેખરેખ હેઠળ આવતો દહેજ-બિરલા કોપર માર્ગ છેલ્લા કેટલાક વર્ષો થી મસમોટા ખાડા પડેલા હતા.જેના થી વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો ત્રાસી ગયા હતા.અકસ્માત ની ભીતી વચ્ચે વાહન ચાલકો માર્ગ પર થી પસાર થતા હતા.સમસ્યા રૂપી રસ્તા બાબતે સ્થાનિક આગેવાનો રોષે ભરાયા હતા.સાથે જી.આઈ.ડી.સી. ની ઓફીસ ને તાળાબંધી કરવાની ઉચ્ચારેલી ચીમકી સમાચાર માધ્યમો માં પ્રસિદ્ધ થતા તંત્ર હરકત માં આવ્યુ હતુ.અને માર્ગ નુ સર્વે કરી સમારકામ ચાલુ કરાતા આગેવાનો તેમજ લોકો એ અને ટ્રાન્સપોર્ટરોએ રાહત નો દમ લીધો હતો.

આ અંગે સ્થાનિક આગેવાન ધર્મેન્દ્રદાન ગઢવી ને જી.આઈ.ડી.સી. ઓફિસ ને તાળાબંધી કાર્યક્રમ વિશે પૃચ્છા કરતા તેમણે જણાવ્યુ હતુ કે અધિકારી દ્વારા અમને માર્ગ નુ કામ કરી આપવા ની બાંહેધરી આપવા માં આવી હતી.અને માર્ગ નુ કામ શરૂ થઇ જતા તાળાબંધી નો કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે.પ્રજા ની સમસ્યા નો અંત આવતા વાહન ચાલકો અને ચાર ગામ ના લોકો માં હાલ ખુશી ની લાગણી ફેલાઈ જવા પામી છે.આ સાથે સ્થાનિક લોકો એ સમાચાર માધ્યમો અને બીડુ ઝડપનાર આગેવાનો નો આભાર માન્યો હતો.

Next Story