Connect Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લા કલેકટર તરીકે હવાલો સંભાળતા આઇ.કે.પટેલ

નર્મદા જિલ્લા કલેકટર તરીકે હવાલો સંભાળતા આઇ.કે.પટેલ
X

રાજય સરકાર ધ્વારા તાજેતરમાં રાજયના વરિષ્ઠ સનદી અધિકારીઓની બદલીના કરાયેલા આદેશ અન્વયે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર અને સરદાર સરોવર પુર્નવસવાટ એજન્સીના રીહેબીલીટેશન કમિશનર આઇ.કે.પટેલ(IAS)ની નર્મદા જિલ્લા કલેકટર તરીકે બદલી સાથે નિમણૂંક થતાં આઇ.કે.પટેલે આજે નર્મદા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળી લીધો છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણસીપુર ગામના વતની અને B.COM.ની ઉપાધિ ધરાવતા કલેકટર આઇ.કે.પટેલે ૧૯૮૯ માં ગુજરાત વહિવટી સેવા સંવર્ગની સ્પર્ધાત્મક પરિક્ષામાં સીધી પસંદગીથી નિમણૂંક પામી કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના પ્રાંત અધિકારી તરીકે સરકારી સેવામાં જોડાઇને તેમની યશસ્વી કારર્કિર્દીનો પ્રારંભ કર્યો હતો.

ત્યારબાદ તેઓએ બનાસકાંઠા જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે, ખેડા-આણંદ અને રાજકોટ જિલ્લાના નિવાસી નાયબ કલેકટર તરીકે, સુરતમાં વેટના અધિક કમિશનર તરીકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે, મોરબી અને ખેડા જિલ્લાના કલેકટર તરીકે વિશિષ્ટ સેવાઓ આપી હતી અને ત્યારબાદ હાલમાં છેલ્લા બે માસથી તેઓ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર અને સરદાર સરોવર પુર્નવસવાટ એજન્સીના રીહેબીલીટેશન કમિશનર તરીકેની તેમની વિશિષ્ઠ સેવાઓ આપી રહયાં હતાં. આઇ.કે.પટેલ જિલ્લા કલેકટર તરીકેના કાર્યભાર ઉપરાંત તેમની અગાઉની જગ્યાનો વધારાના હવાલાની જવાબદારી પણ સંભાળશે.

Next Story