Connect Gujarat
ગુજરાત

નોટબંધી દરમિયાન શુટબૂટ વાળા ક્યાંય લાઈનમાં જોવા મળ્યા નહોતા ,રાહુલ ગાંધી

નોટબંધી દરમિયાન શુટબૂટ વાળા ક્યાંય લાઈનમાં જોવા મળ્યા નહોતા ,રાહુલ ગાંધી
X

રાહુલ ગાંધી બે દિવસ ગુજરાત ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા છે. ત્યારે તેઓએ સવારે કીર્તિ મંદિરમાં રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નવસર્જન માછીમાર સ્વાભિમાન સભાનું સંબોધન કર્યું હતુ. સભાના સંબોધનની શરૂઆત રાહુલે જય રામદેવજી થી કરી હતી.

જાહેર સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યુ હ્તુ કે કોંગ્રેસ સરકારે ૫ લાખ માછીમારોને સબસીડી આપી હોવાનું જણાવી ભાજ્પ સરકાર પર પ્રહાર કર્યા હતા.મોદીએ ટાટા નેનો માટે રૂ. ૩૩ કરોડ આપ્યા અને 10 ઉદ્યોગપતિઓનું દેવુ માફ કર્યુ હોવાનાં આક્ષેપો કર્યા હતા.

વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસ ખેડુતોનાં દેવા માફ કરવાની વાત કરે છે. જ્યારે નોટબંધી દરમિયાન લોકો લાઈનમાં ઉભા હતા તે દરમિયાન શુટબૂટ વાળા ક્યાય દેખાતા નહોતા.

રાહુલ ગાંધીએ GST, નોટબંધીને લઇ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. અને 10 - 15 ઉદ્યોગપતિઓ નરેન્દ્ર મોદીનું માર્કેટિંગ કરતા હોવાનાં આક્ષેપો પણ તેઓએ કર્યા હતા. અને રાહુલે કોંગ્રેસ સરકાર માછીમારો માટે અલગ મંત્રાલય બનાવશે. ખેતી માટે મંત્રાલય તો માછીમારો માટે કેમ નહીં ?

Next Story