Connect Gujarat
ગુજરાત

નર્મદામાં ઓછા વહેણ અને ઓછા નીરના કારણે બોટ સુવિધા બંધ

નર્મદામાં ઓછા વહેણ અને ઓછા નીરના કારણે બોટ સુવિધા બંધ
X

ગુજરાત ની જીવાદોરી સમાન ગણાતી પાવન સલીલા મા નર્મદા નદી ગુજરાત ના ઇતિહાસ માં પદયાત્રા કરી પાર કરી શકતી નતી. પરંતુ ભરૂચ તાલુકા ના નિકોરા ગામના 2500 થી વધુ લોકો નર્મદા નદી માં મગરો ના ભય વચ્ચે પણ જીવના જોખમે નર્મદા નદી પાર કરવા મજબુર બનીયા છે.આ ભય ના વાતાવર માં પણ પોતાનું પેટયું રડવા માટે ભય નો સામનો કરે છે.

આજે નદી તટે વસેલા કેટલાક ગામ ના લોકોની ખેતી, રોજગારી શાળા ના વિદ્યાર્થીઓ ની સ્કૂલો થતા પોતાના જીવન નિઃરવાર કરવા આ નદી પાર કરી ને સામે જતા હોય છે અને આ પરંપરા વર્ષો થી ચાલતી આવી છે પણ જ્યારથી ડેમ ની ઉંચાઈ અને ડેમ પાણી ની અછત સર્જાય છે ત્યારથી એમની મુશ્કેલીઓમાં ઘટાડા ની જગ્યા વાધરો થયો છે.

આવુજ ભરૂચ જિલ્લા નું એક ગામ છે નિકોરા માં નર્મદા ના ખોળા માં વસેલું આ ગામ જ્યાં આ ગામની વસ્તી 4500 થી વધુ હોય અને આ ગામ નદી ના બંને છેડે વસેલું હોય ત્યા ના લોકો ને નદી પાર કરવાની ફરજ પડે છે. કારણ કે ત્યાંના ઘણા પરિવાર ની ખેતી ક્યાં તો ભરૂચ બાજુ છે ક્યાં તો ઝઘડિયા બાજુ જેથી કરી તે પોતાનું રહેણાક પણ ત્યાંજ બનાવી ને રહે છે.અને વર્ષોથી નાવડી ઓ માં બેસી અવરજવર કરતાં હતાં. પણ જ્યારે થી માં નર્મદા ના નીર ને રોકી ડેમ બનાવી દેવાયો છે અને ડેમની ઉંચાઈ વધારી દેવાય છે ત્યારે થી દિવા તળે આધાર જેવી પરિસ્થિતિ તટે વસેલા ગામોની થઈ છે.

આજે જ્યારે નિકોરા ગામ પાસે થી પ્રસાર થતી નદી માં મગરો નો ઉપદ્રવ હોય અને ઘણી વખત લોકો એનો ભોગ બની ચૂકેલા હોય આજે ઓછા પાણીના કારણે બોટ સેવા બંધ થઇ ગઈ હોય તેવી પ્રોસ્થિતિ માં પોતાની રોજિંદી જરૂરિયા અને રોજી રોટી માટે લોકો એ આ નદી પાર કરવા, ક્યાં તો ચાલતું જવુ પડે અથવા બળદ ગાડાં માં, ટેક્ટર માં સફર કરવાનો વારો આવ્યો છે .

ત્યાંથી પણ એમની મુશ્કેલી માં વધારો કરવા માટે મગરો નો ભય એમની મુશ્કેલી માં વધારો કરી જાય છે .આ પેલી કહેવત યાદ આવે છે કે ઘરના છોકરા ઘન્ટી ચાટે અને બહારના છોકરા લોટ ખાય એવી પરિસ્થિતિ નિકોરા સિવાય ના નદી તટે વસેલા લોકોની થઈ રહી છે.

Next Story