Connect Gujarat
ગુજરાત

ભરૂચના કરજણ ગામમાં તસ્કરોનો હાથ ફેરો : ₹ 2.85 લાખની ચોરી

ભરૂચના કરજણ ગામમાં તસ્કરોનો હાથ ફેરો : ₹ 2.85 લાખની ચોરી
X

બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો સોના ચાંદીના ઘરેણાં લઈ ફરાર

ભરૂચ તાલુકાના કરજણ ગામમાં એક મકાનને તસ્કરો નિશાન બનાવી ઘરમાંથી ₹ 2,85,000 ની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સુત્રીય માહિતી અનુસાર ભરૂચ તાલુકાના કરજણ ગામમાં રહેતા ભરતભાઇ શનુભાઇ પટેલના ઘરમાં ગતરાત્રીના 12.30 થી 3.00 વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરના પાછળના દરવાજાની લોખંડની જાળીની કડી હાથથી ખોલી ઘરમાં પ્રવેશ્યા હતા.

તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરના વચ્ચેના ભાગે અાવેલી લોખંડની તીજોરીમાંથી સોનાનો સેટ, મંગળસુત્ર, વિટી, કાનની બુટ્ટી મળી કુલ કિંમત રૂપિયા 2,75,000 તથા લાકડાના કબાટમાંથી રોકડા ₹ 10,000 મળી કુલ ₹ 2,85,000 ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જે સંદર્ભે નબીપુર પોલીસ સ્થળે આજે ફરિયાદ નોંધાવતા નબીપુર પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Next Story